વાતચીત થકી થઇ શકે છે અયોધ્યા મુદ્દે સમાધાનઃ ઉમા
ભોપાલ, 1 એપ્રિલઃ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને નવ નિયુક્ત ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ કહ્યું છે કે અયોધ્યા મુદ્દે સમાધાન માત્ર વાતચીતથી જ સંભવ થઇ શકે છે. રામજન્મ ભૂમિ આંદોલન સાથે જોડાયેલા ઉમા ભારતીએ ભોપાલમાં કહ્યું કે, અયોધ્યામાં ભૂમિ વિવાદનો હલ કાયદો, અદાલતી આદેશ કે પછી વાતચીત થકી નીકળી શકે છે, પરંતુ શ્રેષ્ઠ રીત વાતચીતની જ હોઇ શકે છે.
મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રીને રાજનાથની ટીમમાં મહત્વપૂર્ણ હોદ્દો આપીને સામેલ કરવામાં આવવાને એ રીતે જોવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં રામ મંદિર નિર્માણ જેવા હિન્દુતત્વવાદી એજેન્ડાને હજુ સુધી ત્યજવામાં આવ્યો નથી. આ ઉપરાંત ભાજપ પર વૈચારિક નિયંત્રક રાખનારા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ ઉમા ભારતી પર વિશેષ કૃપાદૃષ્ટિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.













Click it and Unblock the Notifications
