આચાર્ય બાલકૃષ્ણ ગાંજો પીતા હોવાની સોશિયલ મીડિયા પર અફવા
યોગગુરુ બાબા રામદેવના નજીકના અને પતંજલિ આયુર્વેદન લિમિટેડના એમડી આચાર્ય બાલકૃષ્ણ ઋશિકેશ સ્થિત એઈમ્સમાં ઈલાજ કરાવ્યા બાદ હવે તેઓ સાજા થઈ ચૂક્યા
યોગગુરુ બાબા રામદેવના નજીકના અને પતંજલિ આયુર્વેદન લિમિટેડના એમડી આચાર્ય બાલકૃષ્ણ ઋશિકેશ સ્થિત એઈમ્સમાં ઈલાજ કરાવ્યા બાદ હવે તેઓ સાજા થઈ ચૂક્યા અને એઈમ્સમાંથી રજા મળ્યા બાદ પતંજલિ યોગપીઠ પાછા ફરી ચૂક્યા છે. તેમણે પોતે ટ્વિટ કરીને સાજા હોવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આચાર્ય બાલકૃષ્ણને છાતીમાં દર્દ હોવાની ફરિયાદ બાદ એઈણ્સમાં દાખલ કરાયા હતા. સાજા થયા બાદ આચાર્ય બાલકૃષ્ણે પોતે ટ્વિટ કરીને કહ્યું હતું,'હોસ્પિટલની યાત્રા પૂરી કરીને પતંજલિ આવી ચૂક્યો છું, તમારા બધાની પ્રાર્થના અને શુભકામના માટે હ્રદયથી આભારી છું.'

બાબા રામદેવે આપ્યું મોટું નિવેદન
તો બીજી તરફ બાબા રામદેવે કહ્યું કે પેડા ખાવાને કારણે પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી હતી. જન્માષ્ટમીના અવસરે એક વ્યક્તિ પેડા લઈને આવ્યા હતા. અને આચાર્ય બાલકૃષ્ણે તે ખાધા હતા. પેડા ખાધાની 15 મિનિટ બાદ આચાર્ય બાલકૃષ્ણ બેભાન થઈ ગયા હતા.

થશે તપાસ
આ મામલે ઉચ્ચ સ્તર પર તપાસ કરાવવામાં આવશે. સ્વામી રામદેવે કહ્યું કે આચાર્ય સંપૂર્ણ સ્વસ્થ છે. તેમને જે માનસિક આઘાત થયો છે, તેમાં સુધારો થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર બાજ્યા યુઝર્સ
તો બીજી તરફ આચાર્ય બાલકૃષ્ણને લઈ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ અંદરો અંદર ઝઘડી રહ્યા છે. કારણ કે કેટલાક લોકોએ ટ્વિટર પર બાલકૃષ્ણે ગાંજો પીતો હોવાની અફવા ફેલાવી, જેના પર હોબાળો મચ્યો છે. કેટલાક યુઝર્સે આચાર્ય બાલકૃષ્ણના પક્ષમાં ટ્વિટ કરીને તેમના ઝડપથી સાજા થવાની કામના કરી તો કેટલાકે બાલકૃષ્ણને ટ્રોલ કર્યા.

બાલકૃષ્ણના નામે સોશિયલ મીડિયા પર ગાંજો લેવાની અફવા
સૂર્યપ્રતાપ સિંહ નામના એક યુઝર્સે લખ્યું કે AIIMSની યુરિન રિપોર્ટમાં @Ach_Balkrishnaના બ્લડ ટેસ્ટમાં #marijuana એટલે કે ગાંજો મળ્યો છે. કેટલા ફ્રોડ નીકળ્યા આ લોકો ? #રામદેવ #Balkrishna
|
બાલકૃષ્ણને લઈ હોબાળો
તો આ મામલે અમિતા આર્ય નામની મહિલાએ ટ્વિટ કરીને કહ્યું નશેડી તો એ લોકો છે જે બાલગોવિંદના રિપોર્ટને બાલકૃષ્ણના રિપોર્ટ ગણાવી રહ્યા છે. તેઓ એટલા ડરપોક અને ખોટા છે તઆનો કોઈ જવાબ પણ નહીં આપે.

'રામદેવનો પાર્ટનર ગાંજો ફૂંકે છે'
એક બીજા ટ્વિટર યુઝરે લખ્યું કે ગાંજો પીને ટ્વિટર પર ન આવો. બાલકૃષ્ણના બદલે બાલગોવિંદનો તપાસ રિપોર્ટ લઈને મૂરખા સાબિત થઈ રહ્યા છો. તો કોઈએ લખ્યું કે રામદેવનો પાર્ટનર ગાંજો ફૂંકે છે.
|
આ પહેલા પણ આચાર્ય બાલકૃષ્ણ બની ચૂક્યા છે નિશાન
આમ તો બાલકૃષ્ણને લઈ આ પ્રકારની ચર્ચા સોશિયલ મીડિયા પર પહેલા પણ થઈ ચૂકી છે. કેટલાક સમય પહેલા યોગગુરુ બાબા રામદેવના શિષ્ય અને પતંજલિના સહ સંસ્થાપક આચાર્ય બાલકૃષ્ણના નામે બોગસ ફેસબુક આઈડી બનાવીને તેમના અનુયાયીઓના અશોભનીય ચેટિંગ કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મોહમ્મદ ઝીશાન તરીકે થઈ હતી. તેની પાસેથી એક મોબાઈલ અને 2 સિમકાર્ડ મળ્યા હતા. તે બાલકૃષ્ણના નામ પર ગંદી વાતો કરતો હતો.
આ પણ વાંચો: ગુરમીત રામ રહીમને પંજાબ-હરિયાણા કોર્ટે ઝાટકો આપ્યો, પેરોલ રિજેક્ટ
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
