For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહના પત્નીનું નિધન

|
Google Oneindia Gujarati News

digvijay singh
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહના પત્ની આશાસિંહનું બુધવારે અત્રેની એક હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. 58 વર્ષીય આશાસિંહ કેટલાય વર્ષોથી કેંસરથી પીડાઇ રહ્યા હતા. તેમણે વસંત કુંજની એક હોસ્પિટલમાં સાંજે સાત વાગ્યે પોતાના છેલ્લા શ્વાસ લીધા. અહીં તેમને સારવાર માટે થોડા દિવસ પહેલા જ દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે આશાને જ્યારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા ત્યારે કેમનું કેન્સર ખુબ જ વધી ગયું હતું. એક સિનિયર ડ઼ોક્ટરે જણાવ્યું કે તેમણે સાંજે સાત વાગ્યે છેલ્લા શ્વાસ લીધા અને તે સમયે દિગ્વીજયસિંહ સહિત તેમનો આખો પરિવાર તેમની સાથે હતો.

થોડા મહીના પહેલા અમેરિકાની એક હોસ્પિટલમાં પણ તેમના કેન્સરનો ઉપચાર કરવામાં આવ્યો હતો. તેમના પરિવારમાં ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની પત્ની આશાદેવી સિંહના નિધન પર ભારે શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ પોતાના શોક સંદેશમાં આશાદેવીને સુસંસ્કૃત અને મધુભાષી ગણાવ્યા અને કહ્યું કે તે પ્રિયજન અને પ્રજાજનમાં સ્નેહપૂર્ણ વ્યવહાર માટે ઓળખાતા હતા.

English summary
Asha Singh, wife of senior Congress leader Digvijay Singh, breathed her last on Wednesday at a hospital in New Delhi after battling cancer for several years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X