દિગ્વિજયની મોદીને શીખમણ, ના બને ઝિણ્ણા અને સાવરકર

digvijay singh
નવી દિલ્હી, 14 જુલાઇ : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હિન્દુ રાષ્ટ્રવાદીવાળા નિવેદન પર પ્રહાર કરતા જણાવ્યું છે કે તેમણે રાષ્ટ્રવાદી ભારતીય હોવાની જરૂર હતી. દિગ્વિજય સિંહે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે 'શું આપણે હિન્દુ રાષ્ટ્રવાદી અથવા મુસ્લિમ રાષ્ટ્રવાદી અથવા શીખ રાષ્ટ્રવાદી અથવા ઇસાઇ રાષ્ટ્રવાદીના બદલે રાષ્ટ્રવાદી ભારતીય ના હોવું જોઇએ.'

મોદી પર હુમલો કરતા સિંહે જણાવ્યું કે 'આ મહાન દેશને ધર્મના આધારે ના વહેંચો. જેમકે વીર સાવરકર અને ઝિણ્ણાએ કર્યું. તેઓ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતના મૂળ રચયિતા હતા.' ઉલ્લેખનીય છે કે એક સમાચાર એજેન્સીને આપેલા ઇન્ટર્વ્યુમાં મોદીએ જણાવ્યું હતું કે 'હું રાષ્ટ્રવાદી છું, હું દેશભક્ત છું. એમાં કંઇ ખોટું નથી. હું જન્મજાત હિન્દુ છું. એમાં કંઇ ખોટું નથી. માટે હું એક હિન્દુ રાષ્ટ્રવાદી છું. માટે તેઓ મને હિન્દુ રાષ્ટ્રવાદી કહે એમાં મને કંઇ વાંધો નથી.'

આ ઇન્ટર્વ્યુમાં મોદીએ ગુજરાત રમખાણો પર બોલતા પોતાની સ્પષ્ટતા આપી અને કહ્યું કે 2002માં થયેલા રમખાણોમાં તેમણે કોઇ ભૂલ ન્હોતી કરી જેનાથી તેમને પછતાવો થાય. મોદીએ કહ્યું હતું કે એઆઇટીએ સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેમને ક્લિન ચીટ આપી હતી. તેમના આ ઇન્ટર્વ્યુ પર દેશની રાજનૈતિક ગરમાઇ ગઇ હતી.

ઉત્તર પ્રદેશના હમીરપૂરથી બસપા સાંસદ વિજય બહાદૂર સિંહે જણાવ્યું કે મોદીના પપ્પીના બચ્ચાની ટિપ્પણીથી એવું સાબિત થાય છે કે તેઓ ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને જે લોકો તેમની પર હુમલો કરી રહ્યા છે તેઓ રાષ્ટ્રવિરોધી છે. તેમણે જણાવ્યું કે મોદીએ કોઇના પણ અંગે કોઇ ખોટી ટિપ્પણી કરી ન્હોતી, તેમણે માત્ર પોતાના દિલની વાત લોકો સુધી પહોંચાડી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X