આસારામ મુદ્દે દિગ્વિજય-સુષમા વચ્ચે ટ્વીટ વોર
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બરઃ આસારામની ધરપકડ બાદ કોંગ્રેસ અને ભાજપમાં ટ્વિટર વોર શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ મહાસચિવ દગ્વિજય સિંહે રવિવારે આરોપ લગાવ્યો કે મહિલાઓ વિરુદ્ધ હુમલાઓ અંગે ભાજપનું વલણ બેવડું છે અને તેમણે આસારામ બાપુ મુદ્દે મૌન સેવી રાખ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, ભાજપનું વલણ બેવડું છે. જ્યારે કોઇ અન્ય આવા ગુનામાં સામેલ હોય છે તો તે ઘણો શોર મચાવે છે, પરંતુ તેમાંથી કોઇ સામેલ હોય તો ચુપ્પી સાધી લે છે.
દિગ્વિજયે ટ્વીટમાં કહ્યું કે, મારા વિચારે તે(મોદી) તેમની છબીને લઇને ઘણા સતર્ક છે. તેમણે ભાજપ નેતા સુષમા સ્વરાજ પર પણ પ્રશ્નો ઉઠાવતા કહ્યું, મહિલાઓ વિરુદ્ધ થનારા અપરાધો પર સુષમા સ્વરાજ ભાજપના સૌથી મુખ્ય વાણી છે. તે કેમ ચૂપ છે. દિગ્વિજય સિંહે જવાબ આપતા સુષમાએ ટ્વિટર પર કહ્યું, કોઇ મોટા કે નાના નથી અને કાયદો પોતાનું કામ કરશે.













Click it and Unblock the Notifications
