સીબીઆઇ 'તોતા', આઇબી 'મુર્ગા', નારાજ થયા દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહએ ટ્વિટ કર્યું છે કે, માનનીય સુપ્રીમ કોર્ટે સીબીઆઇને પિંજરામાં બંધ તોતા કહ્યું, કેટ ઇન્ટેલિજન્સ બ્યૂરોને મુર્ગા કહે છે. શું આપણે આપણી સંસ્થાઓનું વર્ચસ્વ ઘટાડી નથી રહ્યાં?
નોંધનીય છે કે, ન્યાયમૂર્તિ આર એમ લોઢાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું હતું કે, સીબીઆઇ પિંજરામાં પુરેયાલા તોતા જેવી છે, જે પોતાના માલીકના સુરમાં સુર મિલાવે છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી સીબીઆઇ નિદેશક રંજીત સિન્હા દ્વારા દાખલ હલફનામા પર આવી હતી. હલફનામામાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વિની કુમાર અને પ્રધાનમંત્રી કાર્યાલય તથા કોલસા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કોલસા બ્લોક ફાળવણીના તપાસ અહેવાલમાં ખાસ ફેરબદલ કરાવ્યા હતા.
બીજી તરફ કેન્દ્રીય પ્રશાસનિક અધિકરણ (CAT)ની બેંગ્લોર બેંચે આઇબીને 'મુર્ગા' કહીને સંબોધ્યું છે અને કહ્યું છે કે આખી વ્યવસ્થાની સફાઇ કરાવાની જરૂર છે. તેમણે કહ્યું કે આઇબી મુર્ગીની જેમ છે, જે પક્ષી તો છે, પરંતુ ઉડી શકતુ નથી.












Click it and Unblock the Notifications
