દિગ્વિજયની લપસી જીભ, પોતાની પાર્ટીની સાંસદને કહ્યું '100 ટંચ માલ'
નવી દિલ્હી, 26 જુલાઇ : પોતાના વિવાદીત નિવેદનોને પગલે હંમેશા વિવાદમાં સપડાયેલા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહની ફરીથી જીભ લપસી છે અને એક મહિલા સાંસદને '100 ટકા માલ' કહી દીધા છે. દિગ્વિજય સિંહના આવા હલકા નિવેદને વિવાદ ઉભો કર્યો છે.
એક સમાચાર ચેનલમાં આવી રહેલા સમાચારો અનુસાર, કોંગ્રેસે દિગ્વિજય સિંહના આ નિવેદનથી પોતાનો છેડો ફાડી લીધો છે. આની પર બીજેપીની મીનાક્ષી લેખીએ જણાવ્યું કે દિગ્વિજય સિંહ બિમાર થઇ ગયા છે. અભદ્ર ભાષામાં વાતચીત કરવાનો અધિકાર તેમની પાસે છે. તેમને કોઇ પણ ગંભીરતાથી નથી લેતું.
દિગ્વિજય સિંહે આ નિવેદન મંદસૌરમાં આપ્યું છે. મંદસૌરમાં એક સભાને સંબોધિત કરતી વખતે તેમના વિસ્તારની સાંસદ મીનાક્ષી નટરાજન પર '100 ટકા માલ'વાળી ટિપ્પણી કરી નાખી. સભામાં દિગ્વિજય સિંહે જણાવ્યું કે 'હું અંતમાં આપને એટલું જ કહીશ કે મીનાક્ષી નટરાજન આપની લોકસભાની સભ્ય છે. ગાંધીવાદી છે, સરળ છે, ઇમાનદાર છે. સૌની પાસે જાય છે, ગામે-ગામ જાય છે. હું હજી ગઇકાલથી તેમના વિસ્તારમાં જોઇ રહ્યો છું. મને પણ 40-42 વર્ષનો અનુભવ છે. હું પણ જૂનો ઝવેરી છું.'

અત્રે ઉલ્લેખનીય છે કે મંદસૌરની સાંસદ મીનાક્ષી નટરાજને રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના અને ખાસ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
