For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકો અખિલેશ કરતાં તેમની પત્નીને કરે છે વધુ 'Like'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dimple-akhilesh-yadav
નવી દિલ્હી, 3 જાન્યુઆરી: ચુંટણીની 'સાઇકલ' દોડાવીને સત્તા મેળવનાર અખિલેશ યાદવ ભલે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 'રાજ' કરતા હોય પરંતુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર તેમની પત્ની સાંસદ ડિમ્પલ યાદવે તેમને ઘણા પાછળ મૂકી દિધા છે.

દુનિયાભરના લગભગ 120 કરોડ પર રાજ કરનાર ફેસબુક પર ડિમ્પલ યાદવના પેજને લગભગ 20 હજાર લોકોએ લાઇક કર્યું છે જ્યારે આધુનિક ટેક્નોલોજીને વધુ પસંદ કરનાર 'સમાજવાદી' મુખ્યમંત્રી અલિખેશ યાદવ આઠ હજાર પ્રશંસકો સાથે પોતાની પત્ની કરતાં ઘણા પાછળ છે.

લોકસભા સાંસદ ડિમ્પલ યાદવના ફેસબુક પેજને તેમના પ્રશંસકોએ બનાવ્યું છે. ડિમ્પલ યાદવની લોકપ્રિયતા એટલી હદે છે કે પ્રશંસકો પોતાની સમસ્યાઓથી માહિતગાર કરવા માટે આ પેજ તરફ વળી રહ્યાં છે.

ડિમ્પલ યાદવના પ્રશંસકોએ મુખ્યમંત્રી પાસેથી ટેબલેટ અને લેપટોપ જલદી અપાવવાથી માંડીને પાણીની સમસ્યાને દુર કરવાનો અનુરોધ કર્યો છે. ડિમ્પલ યાદવના આ પેજ પર સમાજવાદી પાર્ટીના કાર્યો તથા અખિલેશ સરકારની ઉપલબ્ધિઓ વિશે ઘણી પોસ્ટ કરવામાં આવી છે.

ડિમ્પલ યાદવના પ્રશંસક તેમની પોસ્ટ અને ફોટો પર ખૂબ 'કોમેન્ટ' અને 'લાઇક' કરે છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવને ક્રિકેટ રમતાં જોઇ રહેલી ડિમ્પલ યાદવના ફોટાના અત્યાર સુધી 1150 લોકોએ લાઇક કરી અને હજારો લોકોએ કોમેન્ટ કરી છે.

લાલ રંગના કપડાં અને કાળા ચશ્મા લગાવેલી ડિમ્પલ યાદવ આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ અખિલેશ યાદવ બે રીતે ફેસબુક પર હાજર છે જેમાં તેમના નામથી એક એકાઉન્ટ છે જેમાં પાંચ હજાર ફ્રેન્ડ છે અને તો બીજું એક ફેસબુક પેજ છે જેમને અત્યાર સુધી 8714 લોકોએ 'લાઇક' કર્યું છે.

આ બંને જગ્યાએ તેમના પ્રશંસક અને મિત્ર તેમને સારું કરવા પર શુભેચ્છા અને ખોટો નિર્ણય કરવા બદલ ફરિયાદ કરવાનું ચુકતા નથી. અખિલેશ યાદવે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. વર્તમાન સમયમાં ડિમ્પલ યાદવ કન્નોજ લોકસભા સીટ પરથી સાંસદ છે.

English summary
Dimple Yadav beats her husband Akhilesh yadav in Facebook popularity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X