• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આવકથી વધુ સંપત્તિ કેસ : રાજકારણમાં ટકી રહેવા જયલલિતાએ આ 15 ગૂંચવાડા ઉકેલવા પડશે

|

બેંગલોર, 27 સપ્ટેમ્બર : આજે બેંગલોરની એક વિશેષ અદાલતે આવકથી વધુ સંપત્તિ કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાને દોષિત ઠેરવ્યાં છે.

વર્ષ 1996માં બહાર આવેલા આ કેસમાં જયલલિતાની સાથે તેમના સહયોગી શશિકલા, તેમના દત્તક પુત્ર સુધાકરણ (જેમને પાછળથી તેમણે ત્યાગી દીધા હતા) અને શશિકલાની ભાણી ઇલાવર્સીને પણ દોષિત ગણાવ્યા છે.

એક ધારણા અનુસાર અદાલત આજે જ બપોરે 3 વાગ્યા સુધીમાં દોષિતોને સજા સંભળાવી શકે છે. જયલલિતા ઉપર 18 વર્ષ પહેલા આવકથી વધુ સંપત્તિ કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ તરફથી આ કેસમાં નિષ્પક્ષ સુનવણી યોજવા માટે બેંગલોરમાં એક વિશેષ કોર્ટની રચના નવેમ્બર 2003માં કરવામાં આવી હતી. આ કોર્ટમાં એ બાબતનો નિર્ણય લેવાનો હતો કે શું જયલલિતાની પાસે 1991થી 1996 દરમિયાવ 66.6 કરોડની સંપત્તિ તેમની આવકના જાહહેર સ્રોતોની સરખામણીએ વધારે હતી કે નહીં?

આ કેસમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. જેના કારણે આ કેસમાં તેઓ પહેલા પણ એક વાર પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી ચૂક્યા છે. આજના ચૂકાદાને પગલે તેમણે ફરી એકવાર મુખ્યમંત્રી પદ ગુમાવવું પડશે કે નહીં તે થોડા કલાકોમાં સ્પષ્ટ થઇ જશે.

આ સમગ્ર સ્થિતિને જોતા જો જયલલિતા તમિલનાડુના મુખ્યમંત્રી પદ માટે ગેરલાયક ઠરશે તો તેમણે 6 વર્ષ સુધી ફરીથી સક્રિય રાજકારણમાં રમી શકશે નહીં. જયલલિતાએ પોતાનું રાજકીય જીવન ટકાવી રાખવા માટે આ 15 ગૂંચવાડા ઉકેલવા જરૂરી છે. આ 15 ગૂંચવાડા કયા છે તે જાણવા આગળ ક્લિક કરો...

1

1


જયયલિતા સામે આવકથી વધારે સંપત્તિનો કેસ 18 વર્ષ પહેલા 1996માં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ તેમની સામે દાખલ કરવામાં આવ્યો તેમાં જે પ્રશ્નો ઉભા થયો તેનો જવાબ.

2

2

વર્ષ 1991માં મુખ્યમંત્રી બન્યા બાદ જયલલિતાએ ત્રણ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. મુખ્યમંત્રી તરીકે તેમણે મહિને માત્ર 1 રૂપિયો ટોકન વેતન લઇને કામ કર્યું હતું. તેમના પર આરોપ છે કે તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં તેમની પાસે રૂપિયા 66.6 કરોડની સંપત્તિ કેવી રીતે થઇ ગઇ?

3

3

આવકથી વધુ સંપત્તિના કેસમાં આરોપ લગાવવામાં આવ્યો કે ચેન્નાઇ અને તેના વધતા ઉપનગરોમાં તેમની પાસે અનેક મકાન, હૈદરાબાદમાં એક ફાર્મ હાઉસ, નીલગિરિમાં ચાનો બગીચો, 28 કિલો સોનુ, 800 કિલો ચાંદી, 10,500 સાડીયો, 750 જોડ ચંપલ, 91 કાંડા ઘડિયાળો છે. આ બધું જ રિઝર્વ બેંકની બેંગલોર શાખામાં જમા છે.

આરોપ છે કે જયલલિતા તેમની નજીકની સાથીદાર શશિકલા, તેમના દત્તક પુત્ર સુધાકરણ (જેમને પાછળથી તેમણે ત્યાગી દીધા હતા) અને શશિકલાની ભાણી ઇલાવર્સીએ સાથે મળીને કાળા ધનથી 32 કંપનીઓ શરૂ કરી હતી.

4

4

જયલલિતા સહિત તમામ આરોપીઓએ પોતાના પરના આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે આ આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા. શશિકલાએ ત્યાં સુધી જણાવ્યું કે જયલલિતાને તેમના પરિવારના બિઝનેસ અંગે કોઇ પ્રકારની જાણકારી નથી.

5

5

જયલલિતા અને અન્ય આરોપીઓ સામે વર્ષ 1997માં કેસ શરૂ થયો હતે. વર્ષ 2002માં એક નવી એફઆઇઆરમાં જયલલિતા લંડનની એક હોટેલની માલિક હોવા અંગેની નોંધવામાં આવી હતી. આ કેસને પાછળથી લંડન હોટેલ કેસ તરીકે ઓળખવામાં આવ્યો.

6

6

મે 2001માં જયલલિતા ફરીવાર સત્તામાં આવ્યા. તેમની સામે ચાલી રહેલા કેસોમાં એક નવા તપાસ અધિકારી નિમાયા. તેમણે નવા સરથી ગવાહોના નિવેદનો નોંધ્યા.

7

7

સપ્ટેમ્બર 2001માં જયલલિતાના વિધાનસભાના સભ્યપદને બરખાસ્ત કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે પણ નીચલી કોર્ટના આ નિર્ણયને જાળવી રાખ્યો. અદાલતે તેમને કોડાઇકેનાલમાં પ્લેઝન્ટ હોટેલને નિયમોની વિરુદ્ધ બાંધકામ કરવા માટેની મંજુરી આપવા બદલ દોષિત ઠેરવ્યા. આ મુદ્દે તેમણે રાજીનામુ આપી દીધું અને ઓ. પનીરસેલ્વમને મુખ્યમંત્રી બનાવ્યા. છ મહિના પછી પેટા ચૂંટણી લડીને તેઓ ફરી મુખ્યમંત્રી બની ગયા.

8

8

આવકથી વધારે સંપત્તિ કેસમાં 259માંથી 76 સાક્ષીઓએ પોતાના નિવેદનો પાછા ખેંચ્યા હતા. પણ સરકારી વકીલે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની કોઇ અપીલ કરી ન હતી. જયલલિતા અદાલતમાં રજૂ પણ ના થયા. અદાલતે તેમને લેખિત જવાબ આપવાની પરવાનગી આપી દીધી.

9

9

આ મુદ્દે ડીએમકે નેતા અંબજગન સુપ્રીમ કોર્ટમાં ગયા. તેમણે આ કેસની સુનવણી તમિલનાડુથી બહાર કરાવવાની અરજી કરી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનવણી બાજુના રાજ્ય કર્ણાટકમાં ખસેડી આપી. અને ત્યાં વિશેષ અદાલત બનાવી આપી.

10

10

લંડન હોટેલ કેસ અને આવકથી વધારે સપત્તિ કેસને ચાર વર્ષની લડાઇ બાદ અલગ કરી દેવામાં આવ્યા.

11

11

આ દરમિયાન વર્ષ 2003થી 2005ની વચ્ચે બેંગલોર અદાલત માટે અદાલતી દસ્તાવેજોનો તમિલથી અંગ્રેજીમાં અનુવાદ થતો રહ્યો હતો. પાંચ વર્ષ બાદ જયલલિતાએ તમામ દસ્તાવેજોને રદ કરીને નવેસરથી અનુવાદ કરવા માટેની અપીલ કરે જેને હાઇકોર્ટે નકારી દીધી.

12

12

વર્ષ 2011માં જયલલિતાના વકીલોએ અનુવાદમાં સુધારાની માંગ કરી. સાથે તેમણે વિશેષજ્ઞ અનુવાદની પણ માંગણી કરી હતી. જેથી સાક્ષીઓ સાથે વાત કરી શકાય. અદાલતે અનુવાદક નિયુક્ત કર્યો તો જયલલિતાના વકીલોએ અનુવાદક સાથે જ ચર્ચા કરવાની અનુમતિ માંગી. ત્યાર બાદ તેમણે અનુવાદમાં સુધારો કરવા માટે છ મહિનાનો સમય પણ માંગ્યો.

13

13

કોઇને કોઇ કારણથી જયલલિતાના વકીલોએ અલગ અલગ અદાલતોમાં આવેદનો કર્યા હતા.

14

14

વિશેષ અદાલતમાં કાર્યવાહી અટકાવવા માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અનેકવાર અરજી કરવામાં આવી હતી. વર્ષ 2013માં વિશે, અદાલતમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર નિયુક્ત કરવામાં આવેલા વકીલે પોતાના પર સતત દબાણ કરવામાં આવતું હોવાની વાત કહીને રાજીનામુ આપ્યું હતું. ત્યાર બાદ કર્ણાટકની ભાજપ સરકારે તત્કાલ નવા વકીલ નિયુક્ત કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ સરકારે તે વકીલને હટાવ્યા તો જયલલિતાએ ફરી અદાલતમાં અરજી કરેની તે જ વકીલને ફરી નિયુક્ત કરવાની માંગ કરી હતી.

15

15

જયલલિતાએ આ દરમિયાન વિશેષ અદાલતે સ્વયં હાજર રહેવાનો આદેશ આપ્યો. જેથી તેમની સાથે સવાલ જવાબ કરી શકાય. તેઓ સુપ્રીમ કોર્ટ ચાલ્યા ગયા. જ્યાં તેમની વાત સાંભળવામાં આવી ન હતી. ત્યાર બાદ તેમણે સુરક્ષાનો પ્રશ્ન આગળ કર્યો. જેના કારણે કર્ણાટકે વિશેષ અદાલતને અન્ય બિલ્ડિંગમાં ખસેડવી પડી.

More jayalalitha NewsView All

English summary
Disproportionate assets case: Guilty Jayalalitha would manage 15 things to survive in politics.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more