For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ વર્કિંગ કમિટીની માહિતી મિનિટ ટુ મિનિટ લીક કેવી રીતે થઈ? દિવ્યા સ્પંદનાએ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના પૂર્વ સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ પણ પાર્ટીના નેતાઓ પર ઘણા આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કાર્યકાળ ખતમ થઈ ચૂક્યો છે જેના કારણે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઈ. થોડા દિવસો પહેલા કોંગ્રે્સના 23 મોટા નેતાઓએ પાર્ટી હાઈ કમાન્ડને એક પત્ર લખ્યો હતો જે મીડિયા સામે લીક થઈ ગયો. આ અંગે આજે બેઠકમાં જોરદાર હોબાળો થયો. સાથે જ રાહુલ ગાંધીએ ઘણા વરિષ્ઠ નેતાઓ પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસની કોશિશ હતી કે બેઠકની વાતો બહાર ન આવે પરંતુ મીડિયાને મિનિટ ટુ મિનિટ અપડેટ મળતી રહી. હવે કોંગ્રેસના પૂર્વ સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ પણ પાર્ટીના નેતાઓ પર ઘણા આરોપ લગાવ્યા છે.

divya spandana

દિવ્યા સ્પંદનાએ ટ્વિટ કરીને લખ્યુ કે તેમણે માત્ર લેટર જ મીડિયામાં લીક નથી કર્યો, તે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાંથી સતત ફીડ અને મિનિટ ટુ મિનિટ માહિતી બહાર મીડિયામાં પહોંચાડી રહ્યા છે...અમેઝિંગ. બીજા ટ્વિટમાં તેમણે લખ્યુ કે રાહુલ ગાંધીથી ભૂલ થઈ ગઈ, તેમણે કહેવાનુ હતુ તે નેતા ભાજપ સાથે મીડિયા સાથે પણ મળેલા છે.

કોંગ્રેસ ઈચ્છતી હતી કે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠકની બધી વાતો મીડિયા સામે ન આવે. આ ઉપરાંત બેઠકમાં કોઈ લીક ન થાય તે માટે Zoom એપના બદલે WebEx પર વર્ચ્યુઅલ મીટિંગ કરવામાં આવી. આ એપમાં ખાસ વાત એ છે કે આમાં રેકોર્ડિંગ ન થઈ શકે, જે રેકોર્ડિંગ કરવાની કોશિશ કરે, તેમાં માત્ર તેનો હિસ્સો જ કેપ્ચર થશે. તેમછતાં મીટિંગની અપડેટ મીડિયાને સતત મળી રહી છે.

CWC: કપિલ સિબ્બલનુ ટ્વિટ - રાહુલ ગાંધીએ ફોન કરીને જણાવ્યુ તેમણે એવુ કંઈ નથી કહ્યુCWC: કપિલ સિબ્બલનુ ટ્વિટ - રાહુલ ગાંધીએ ફોન કરીને જણાવ્યુ તેમણે એવુ કંઈ નથી કહ્યુ

English summary
Divya Spandana on leaking of Congress Working Committee information
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X