Diwali 2022 : ભારતમાં આ સ્થળો પર નથી ઉજવાતી દિવાળી, જાણો કારણો

જેની પાછળ રસપ્રદ કારણ છે. તો આવો જાણીએ કે ભારતની આ જગ્યાઓએ પ્રકાસનું પર્વ દિવાળી શા માટે ઉજવવામાં આવતું નથી અને તેની પાછળ શું માન્યતા છે?

Diwali 2022 : આજે કાળી ચૌદશ એટલે દિવાળીનો બીજો દિવસ છે. ભારતમાં દિવાળીએ સૌથી મોટો તહેવારમાંથી એક છે. જેની ઉજવણી લગભગ દરેક ભાગમાં કરવામાં આવે છે, પણ શું તમે જાણો છો ભારતમાં ઘણા સ્થળો એવા પણ છે, જ્યાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી.

diwali

જેની પાછળ રસપ્રદ કારણ છે. તો આવો જાણીએ કે ભારતની આ જગ્યાઓએ પ્રકાસનું પર્વ દિવાળી શા માટે ઉજવવામાં આવતું નથી અને તેની પાછળ શું માન્યતા છે?

અંધકારને દૂર કરી જીવનમાં ઉજાસ પાથરવાનો તહેવાર એટલે દિવાળી. દિવાળીની રાત્રે અમાસને કારણે અંધકાર હોય છે, લોકો પોતાના ઘરે દિવા અને રંગબેરંગી લાઇટ્સ લગાવીને આ અંધકારને દુર કરીને પ્રકાશનો તહેવાર ઉજવે છે. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. આ સ્થળોએ લોકો દિવાળીના દિવસે ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા પણ કરતા નથી અને ફટાકડા પણ ફોડતા નથી. હવે તમને આ જાણીને નવાઈ લાગશે અને વિશ્વાસ પણ નહીં કરી શકો.

શા માટે ઉજવવામાં આવે છે દિવાળી?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ત્રેતાયુગમાં રાવણનો વધ કર્યા બાદ કારતક અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા હતા. ભગવાન રામને અયોધ્યા પાછા આવકારવા માટે દીપ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે.

કરવામાં આવે છે મા લક્ષ્મી - ભગવાન ગણેશની પૂજા

આ વર્ષે દિવાળીનો તહેવાર 24મી ઓક્ટોબર (સોમવાર) ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ સાથે એવી માન્યતા છે કે, ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ સમસ્યાનું સમાધાન થઈ જાય છે અને ઘરમાં પૈસાની કોઈ કમી નથી રહેતી.

અહીં દિવાળી ઉજવાતી નથી

ભારતના કેરળ રાજ્યમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી, પણ દિવાળીનો તહેવાર માત્ર કોચી શહેરમાં જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમારા મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે, આ રાજ્યમાં લોકો દિવાળી કેમ નથી ઉજવતા? દિવાળી ન ઉજવવા પાછળ તેમની પાસે કેટલાક કારણો છે.

એવી માન્યતા છે કે, કેરળના રાજા મહાબલીનું મૃત્યુ દિવાળીના દિવસે થયું હતું. આ કારણે ત્યારથી અહીં દિવાળી ઉજવવામાં આવતી નથી.

કેરળમાં દિવાળી ન ઉજવવા પાછળનું બીજું કારણ એ પણ છે કે, ત્યાં હિંદુ ધર્મના લોકો બહુ ઓછા છે. એક કારણ એ પણ છે કે, આ સમયે રાજ્યમાં વરસાદ પડે છે, જેના કારણે ફટાકડા અને દીવા પ્રગટતા નથી.

તમિલનાડુમાં પણ કેટલીક જગ્યાએ દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી. ત્યાં લોકો નરક ચતુરદારનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. એવી માન્યતા છે કે, કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. આ દિવસને નાની દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X