For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવર્ણોને 10 ટકા અનામતના વિરોધમાં કોર્ટ પહોંચી DMK

ડીએમકેએ ગરીબ સવર્ણોને અનામત માટે બંધારણમાં સુધારાને પડકાર્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના માત્ર થોડા મહિના પહેલા જે રીતે મોદી સરકારે ગરીબ સવર્ણોને અનામત આપવાનો દાવ ખેલ્યો તે બાદ સતત તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે આનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન દ્રવિડ મુન્નેત્ર કજગમે શુક્રવારે સરકારના નિર્ણયને મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ડીએમકેએ ગરીબ સવર્ણોને અનામત માટે બંધારણમાં સુધારાને પડકાર્યો છે. પક્ષે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત માટે બંધારણમાં સુધારાને પડકાર્યો છે.

મદ્રાસ કોર્ટ પહોંચી પાર્ટી

મદ્રાસ કોર્ટ પહોંચી પાર્ટી

મદ્રાસ હાઈ કોર્ટમાં આ અરજીને ડીએમકેના સંયોજક સચિવ આરએસ ભારતીએ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ડીએમકેએ સંસદમાં ગરીબ સવર્ણ અનામત બિલનો વિરોધ કર્યો હતો અને બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરી હતી. પરંતુ સંસદમાં બિલ પાસ થયા બાદ પાર્ટીએ તેને કોર્ટમાં પડકારી છે. ડીએમકે ચીફ એમ કે સ્ટાલિને પણ આ બિલનો વિરોધ કર્યો અને તેમનુ કહેવુ છે કે અનામત આર્થિક આધાર પર નહિ પરંતુ સામાજિક પછાતપણાના આધારે અપાવુ જોઈએ.

124મો સુધારો

124મો સુધારો

આર્થિક રીતે ગરીબ સવર્ણોને અનામતના બિલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આ બિલ સામાજિક સમરસતા લાવશે. આ બિલને સંસદના બંને ગૃહોમાં પાસ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ આ કાયદો બની ગયો. 10 ટકા અનામત માટે કરવામાં આવ્યો આ 124મો સુધારો. આ બિલને મોટાભાગના પક્ષોએ પોતાનું સમર્થન આપ્યુ હતુ. જો કે અમુક પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવ્યુ હતુ.

એઆઈએડીએમકેએ પણ ઉઠાવ્યો સવાલ

એઆઈએડીએમકેએ પણ ઉઠાવ્યો સવાલ

તમિલનાડુના એઆઈએડીએમકેએ પણ ભાજપ દ્વારા લાવવામાં આવેલ આ બિલનું સમર્થન કર્યુ હતુ પરંતુ 10 ટકા અનામતના કોટા અંગે સવાલ ઉઠાવ્યો હતો. પાર્ટીના નેતા થંબીદુરઈએ કહ્યુ હતુ કે ગરીબોના આર્થિક વિકાસ માટે તમારી પાસે ઘણા સારા કાર્યક્રમ છે. જેમાં મુદ્રા યોજના, કૌશલ ભારત યોજના વગેરે શામેલ છે. પરંતુ સરકાર હવે ગરીબ સવર્ણોન અનામત આપવાની વાત કહી રહી છે. એટલે સ્પષ્ટ છે કે સરકારની યોજનાઓને યોગ્ય રીતે કાર્યાન્વિત કરવામાં આવી નથી.

માયાવતીએ ગણાવ્યો ચૂંટણી જુમલો

માયાવતીએ ગણાવ્યો ચૂંટણી જુમલો

આ પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ પણ આ બિલની ટીકા કરતા કહ્યુ હતુ કે આ બિલ લોકોને ભરમાવવા માટે લાવવામાં આવ્યુ છે. જો કે તેમની પાર્ટીએ સંસદમાં આ બિલનું સમર્થન કર્યુ હતુ. તેમણે કહ્યુ કે આ બિલ ચૂંટણી સમયે લાવવામાં આવ્યુ, જો સરકાર ગરીબ સવર્ણોનું ભલુ ઈચ્છતી હતી તો પહેલેથી જ આ બિલ લાવવુ જોઈતુ હતુ.

આ પણ વાંચોઃ RSSનો મોદી સરકારને સંદેશ, આજથી શરૂ થશે તો 2025 સુધી બની શકશે રામ મંદિરઆ પણ વાંચોઃ RSSનો મોદી સરકારને સંદેશ, આજથી શરૂ થશે તો 2025 સુધી બની શકશે રામ મંદિર

English summary
DMK questions 10 percent reservation for upper caste weaker section files plea in court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X