• search

જાણો : ભૂતકાળમાં કયા પક્ષે કેટલી બહુમતી મેળવી સરકાર રચી હતી

શું આપ જાણો છો કે ભારતની સૌપ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી અને કોને ચૂંટવા માટે યોજવામાં આવી હતી. ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી બ્રિટિશ ભારતમાં 1920માં યોજવામાં આવી હતી. ભારતમાં ચૂંટણીનો ઇતિહાસ દર્શાવે છે કે 1920માં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓ શાહી વિધાન પરિષદ અને પ્રાંતીય પરિષદના સભ્યોને ચૂંટવા યોજવામાં આવી હતી.

શાહી વિધાન પરિષદની નીચે નવી રચાયેલી કેન્દ્રીય વિધાનસભા આવતી હતી. નીચલું ગૃહ જેને વર્તમાન સમયમાં આપણે લોકસભા કહીએ છીએ તેને કેન્દ્રીય વિધાનસભા કહેવાતું હતું. કેન્દ્રીય વિધાનસભા દિલ્હી સ્થિત હતી અને તેમાં 104 બેઠકો હતી. વર્ષ 1920માં જ્યારે ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઇ ત્યારે 104 બેકોમાંથી 66 બેઠકો પર ચૂંટણીઓ લડવામાં આવી હતી. આ ઉપરાંત 8 બેઠકો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચૂંટાઇને આવતા બ્રિટિશર્સ માટે અનામત રાખવામાં આવી હતી.

શાહી વિધાન પરિષદનું ઉપલું ગૃહ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ એટલે કે રાજ્ય પરિષદને આપણે વર્તમાન સમયમાં રાજ્યસભા તરીકે સંબોધીએ છીએ. તેમાં કુલ 34 બેઠકો હતી. આ 34 બેઠકોમાંથી 24 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી.

34માંથી બાકી રહેલી 10 બેઠકોમાંથી પાંચ મુસ્લિમો માટે, ત્રણ બ્રિટિશર્સ માટે અને એક સીખ માટે અને એક યુનાઇઉટેડ પ્રોવિનન્સ (સંયુક્ત પ્રાંત) માટે અનામત રાખવામાં આવી હતી. ભારતની પ્રથમ સંસદનો આરંભ કનોટ અને સ્ટ્રેથર્નના શાસકોના હસ્તે 9 ફેબ્રુઆરી, 1921ના રોજ કરવામાં આવ્યો હતો.

અહીં અગત્યની બાબત એ પણ છે કે રાષ્ટ્રીય ચૂંટણીઓની સાથે પ્રાંતિય વિધાનસભાઓની 637 બેઠકો માટે પણ ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાંથી 440 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી. 440માંથી 188 બેઠકો એવી હતી, જ્યાં એક જ ઉમેદવાર વિનાવિરોધ ચૂંટાઇ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગાંધીજીએ આ ચૂંટણીઓ નહીં લડવા આહવાન કર્યું હતું. આમ છતાં માત્ર 6 બેઠકો જ એવી હતી જેમાં કોઇએ ઉમેદવારી નોંધાવી ન હતી. પ્રાંતીય વિધાનસભામાં પણ 38 બેઠકો ગોરાઓ માટે અનામત રાખવામાં આવી હતી.

વર્તમાનમાં દેશની 16મી લોકસભા ચૂંટણીઓ 2014માં 543 બેઠકો માટે યોજાઇ રહી છે. તેમાં બહુમતી માટે 272 બેઠકોની જરૂર છે. 7 એપ્રિલથી 12 મે સુધી ચાલનારી ચૂંટણીઓ બાદ મતગણતરી 16 મે, 2014ના રોજ યોજાશે. ભાજપમાંથી પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે કોઇનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યું નથી. છેલ્લા 10 વર્ષના શાસનમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર મોંઘવારી, ભ્રષ્ટાચારને નાથવામાં નાકામ રહી છે, સાતે વિકાસને વેગવંતો બનાવી શકી નથી. જેના કારણે તેની હાર નક્કી છે તેમ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. વર્તમાન સમયમાં કોંગ્રેસ પાસે 198 અને ભાજપ પાસે 112 બેઠકો છે.

ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી અને આજની ચૂંટણીનો તફાવત છે. ભારતમાં વર્ષ 1920થી શરૂ થયેલી રાષ્ટ્રીય સામાન્ય ચૂંટણીઓમાં સમયાંતરે કેવા ફેરફાર આવ્યા, કોણ કોણ નેતા આગેવાન બનતા હતા તેની માહિતી જાણવા આગળ ક્લિક કરો...

કેન્દ્રીય વિધાન પરિષદ 1920

કેન્દ્રીય વિધાન પરિષદ 1920

ડેમોક્રેટિક પાર્ટી - 48 બેઠકો, નેતા - હરિ સિંહ ગોર

અન્ય પાર્ટીઓ અને અપક્ષ - 47

બ્રિટિશરો - 9

કુલ બેઠકો - 104

કેન્દ્રીય વિધાન પરિષદ 1923

કેન્દ્રીય વિધાન પરિષદ 1923

કુલ બેઠકો - 145, તેમાંથી 105 બેઠકો પર નાગરિકોએ ઉમેદવારો ચૂંટ્યા હતા. વિધાન પરિષદ 21 જાન્યુઆરી, 1924ના રોજ વાઇસરોય લોર્ડ રિડિંગના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.

સ્વરાજ પાર્ટી - 38 બેઠકો - નેતા મોતીલાલ નહેરૂ

નરમપંથી - 27

સ્વતંત્ર ઉમેદવારો - 7 - મહત્વના નેતા મોહંમદ અલી ઝીણા

લોયલિસ્ટ - 6

બ્રાહ્મણો - 3

સીખ - 2

ઉદારવાદી -2

અજ્ઞાત રાષ્ટ્રવાદી - 20

નિયુક્ત સભ્યો - 40

કેન્દ્રીય વિધાન પરિષદ 1926

કેન્દ્રીય વિધાન પરિષદ 1926

કુલ 105 બેઠકો માટે યોજવામાં આવેલી સામાન્ય ચૂંટણીઓ 28 ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધી યોજવામાં આવી હતી.

સ્વરાજ પાર્ટી - 38 બેઠકો - નેતા મોતીલાલ નહેરૂ

રાષ્ટ્રવાદી પાર્ટી - 22 બેઠકો - મદન મોહન માલવિયા

સેન્ટ્ર્લ મુસ્લિમ્સ એન્ડ અલાઇન્સ - 18 - નેતા સર ઝુલ્ફીકાર અલી ખાન

અપક્ષ - 13 બેઠકો - નેતા મોહમ્મદ અલી ઝીણા

નાનાપક્ષો, અપક્ષો - 5 બેઠકો

બ્રિટિશરો - 9 બેઠકો - નેતા સર ડાર્સી લિન્ડે

કેન્દ્રીય વિધાન પરિષદ 1930

કેન્દ્રીય વિધાન પરિષદ 1930

વર્ષ 1930માં સપ્ટેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં સાર્વજનિક ઉદાસીનતાનો માહોલ જોવા મળ્યો હતો. આ કારણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો હતો. આ વર્ષે 104 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. નવી ચૂંટાયેલી વિધાન પરિષદ 14 જાન્યુઆરી, 1931માં મળી હતી.

રાષ્ટ્રવાદી પાર્ટી - 40 બેઠકો - નેતા હરિ સિંહ ગૌર

સ્વતંત્ર ઉમેદવારોનું જૂથ - 30 બેઠકો - નેતા અબ્દુર રહિમ

નાનાપક્ષો, અપક્ષો - 25

બ્રિટિશરો - 9 બેઠકો - સર લેઝ્લી હડસન

કેન્દ્રીય વિધાન પરિષદ 1934

કેન્દ્રીય વિધાન પરિષદ 1934

વર્ષ 1934ની ચૂંટણી એટલા માટે મહત્વની છે કે તેમાં પ્રથમવાર મહિલાઓને સ્થાનિક સ્તરે મતદાન કરવાનો હક આપવામાં આવ્યો હતો. આ વર્ષે 1,415,892 મતદારોમાંથી 1,135,899 મતદારો 147 બેઠકો પર હતા. તેમાંથી 608,198 મતદારોએ મતદાન કર્યું હતું. આ વર્ષે 81,602 મહિલા મતદારોમાંથી 62,757 મહિલા મતદારો જે બેઠકો પર મતદાન યોજાયું ત્યાંની હતી. તેમાંથી માત્ર 14,505 મહિલાઓએ મતદાન કર્યું હતું.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ - 42 બેઠકો - બાબુભાઇ દેસાઇ

કોંગ્રેસ નેશનાલિસ્ટ પાર્ટી - 12 બેઠકો - માધવ શ્રીહરિ આને

બ્રિટિશર્સ - 8 બેઠકો - સર લેઝ્લી હડસન

પીપલ્સ (અલગતાવાદી) પાર્ટી - 3 બેઠકો

સ્વતંત્ર - 41 - નેતા મોહમ્મદ અલી ઝીણા

નિયુક્ત સભ્યો - 41

કેન્દ્રીય વિધાન પરિષદ 1945

કેન્દ્રીય વિધાન પરિષદ 1945

ડિસેમ્બર 1945માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓની જાહેરાત 19 સપ્ટેમ્બર, 1945માં વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935ની દરખાસ્ત લાવવામાં આવી હતી પણ પ્રિન્સલી સ્ટેટ દ્વારા તેમાં જોડાવાની ના પાડવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપ 375 સભ્યોવાળી પરિષદમાં માત્ર 102 બેઠકો જ ભરાઇ હતી. કેન્દ્રીય વિધાન પરિષદની ચૂંટણી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1919 હેઠળ યોજાઇ હતી.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ - 59 બેઠકો - નેતા શરત ચંદ્ર બોઝ

મુસ્લિમ લીગ - 30 બેઠકો - નેતા મોહમ્મદ અલી ઝીણા

અકાલી દલ - 2 બેઠકો

સ્વતંત્રા - 3

બ્રિટિશર્સ - 8 બેઠકો - પર્સિવલ જોસેફ ગ્રિફિથ્સ

લોકસભા ચૂંટણી 1951

લોકસભા ચૂંટણી 1951

બ્રિટિશરોના શાસનમાંથી આઝાદ થયેલા ભારતમાં પ્રથમ લોકસભા ચૂંટણી 1951માં યોજાઇ હતી. આ ચૂંટણીઓ 25 ઓક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી 1952 દરમિયાન યોજાઇ હતી. 489 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં બહુમતી માટે 245 બેઠકો જોઇતી હતી. આ ચૂંટણીના પ્રથમ મતો 25 ઓક્ટોબર, 1951માં હિમાચલ પ્રદેશના ચિની તાલુકામાં પડ્યા હતા. આ ચૂંટણીએ જવાહરલાલ નહેરૂના રૂપમાં દેશને પ્રથમ વડાપ્રધાન આપ્યા હતા. આ ચૂંટણીઓમાં 364 બેઠકો અને 45 ટકા મતો સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી.

મહત્વની બાબત એ છે કે 26 રાજ્યોના 401 મત વિસ્તારોની 489 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. તે સમયે 314 મત વિસ્તારઓ એવા હતા જ્યાં એક બેઠક હતી. 86 મતવિસ્તારો એવા હતા જ્યાં બે બેઠકો હતી. જ્યારે એક મતવિસ્તાર એવો હતો જ્યાં 3 બેઠકો હતી. બહુલ બેઠકોવાળા મતવિસ્તારોને વર્ષ 1960માં નવરચિત કરવામાં આવ્યા હતા.

લોકસભા ચૂંટણી 1957

લોકસભા ચૂંટણી 1957

દેશની બીજી લોકસભા ચૂંટણીઓ 1957માં 403 મત વિસ્તારોની 494 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 248 બેઠકોની જરૂર હતી. જવાહરલાલ નહેરૂની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 371 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે શ્રીપાદ અમૃત ડાંગેની આગેવાનીમાં બીજા ક્રમે 27 બેઠકો સાથે સીપીઆઇ બની હતી.

વડાપ્રધાન - જવાહરલાલ નહેરૂ

લોકસભા ચૂંટણી 1962

લોકસભા ચૂંટણી 1962

દેશની ત્રીજી લોકસભા ચૂંટણીઓ 1962માં 403 મત વિસ્તારોની 494 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 248 બેઠકોની જરૂર હતી. જવાહરલાલ નહેરૂની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 361 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે શ્રીપાદ અમૃત ડાંગેની આગેવાનીમાં બીજા ક્રમે 29 બેઠકો સાથે સીપીઆઇ બની હતી.

વડાપ્રધાન - જવાહરલાલ નહેરૂ

લોકસભા ચૂંટણી 1967

લોકસભા ચૂંટણી 1967

દેશની ચોથી લોકસભા ચૂંટણીઓ 1967માં 27 રાજ્યોની 520 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 261 બેઠકોની જરૂર હતી. ઇન્દિરા ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 283 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે સી રાજગોપાલાચારીની આગેવાનીમાં બીજા ક્રમે 44 બેઠકો સાથે સ્વતંત્ર પાર્ટી ચૂંટાઇ આવી હતી.

વડાપ્રધાન - ઇન્દિરા ગાંધી

લોકસભા ચૂંટણી 1971

લોકસભા ચૂંટણી 1971

દેશની પાંચમી લોકસભા ચૂંટણીઓ 1971માં 27 રાજ્યોની 518 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 260 બેઠકોની જરૂર હતી. ઇન્દિરા ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 352 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે મોરારજી દેસાઇની આગેવાનીમાં બીજા ક્રમે 51 બેઠકો સાથે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલાઇન્સ) ચૂંટાઇ આવી હતી.

વડાપ્રધાન - ઇન્દિરા ગાંધી

લોકસભા ચૂંટણી 1977

લોકસભા ચૂંટણી 1977

દેશની છઠ્ઠી લોકસભા ચૂંટણીઓ 1977માં 27 રાજ્યોની 542 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 272 બેઠકોની જરૂર હતી. મોરારજી દેસાઇની આગેવાનીમાં 345 બેઠકો સાથે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલાઇન્સ) પ્રથમ ક્રમે ચૂંટાઇ આવી હતી. જ્યારે ઇન્દિરા ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 189 બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. જો કે ઇન્દિરા ગાંધી રાય બરેલીથી હારી ગયા હતા. વર્ષ 1975માં કટોકટી જાહેર કર્યા બાદ ઇન્દિરા ગાંધીએ લોકવિશ્વાસ ગુમાવી દીધો હતો.

વડાપ્રધાન - મોરારજી દેસાઇ

લોકસભા ચૂંટણી 1980

લોકસભા ચૂંટણી 1980

દેશની સાતમી લોકસભા ચૂંટણીઓ 1980માં 27 રાજ્યોની 542 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 272 બેઠકોની જરૂર હતી. ઇન્દિરા ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 374 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે ચૌધરી ચરણ સિંહની આગેવાનીમાં બીજા ક્રમે 41 બેઠકો સાથે લોકદળ (જનતા સેક્યુલર) ચૂંટાઇ આવી હતી.

વડાપ્રધાન - ઇન્દિરા ગાંધી

લોકસભા ચૂંટણી 1984

લોકસભા ચૂંટણી 1984

ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તુરંત આઠમી લોકસભા ચૂંટણીઓ યોજવામાં આવી હતી. 1984માં 27 રાજ્યોની 533 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 259 બેઠકોની જરૂર હતી. રાજીવ ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 414 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે એન ટી રામારાવની આગેવાનીમાં 30 બેઠકો સાથે ટીડીપી બીજા ક્રમે ચૂંટાઇ આવી હતી.

વડાપ્રધાન - રાજીવ ગાંધી

લોકસભા ચૂંટણી 1984

લોકસભા ચૂંટણી 1984

ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તુરંત આઠમી લોકસભા ચૂંટણીઓ યોજવામાં આવી હતી. 1984માં 27 રાજ્યોની 533 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 259 બેઠકોની જરૂર હતી. રાજીવ ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 414 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે એન ટી રામારાવની આગેવાનીમાં 30 બેઠકો સાથે ટીડીપી બીજા ક્રમે ચૂંટાઇ આવી હતી.

વડાપ્રધાન - રાજીવ ગાંધી

લોકસભા ચૂંટણી 1989

લોકસભા ચૂંટણી 1989

દેશની નવમી લોકસભા ચૂંટણીઓ 1989માં 27 રાજ્યોની 545 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 273 બેઠકોની જરૂર હતી. વી પી સિંહની આગેવાનીમાં 143 બેઠકો સાથે જનતા દળ ચૂંટાઇ આવી હતી. રાજીવ ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 197 બેઠકો મળી હતી.

વડાપ્રધાન - વી પી સિંહ

લોકસભા ચૂંટણી 1991

લોકસભા ચૂંટણી 1991

દેશની દસમી લોકસભા ચૂંટણીઓ 1990માં 27 રાજ્યોની 545 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 273 બેઠકોની જરૂર હતી. પી વી નરસિંહારાવની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 244 બેઠકો મળી હતી. એલ કે અડવાણીની આગેવાનીમાં ભાજપને 120 બેઠકો મળી હતી. જ્યારે વી પી સિંહની આગેવાનીમાં 69 બેઠકો સાથે જનતા દળ ચૂંટાઇ આવી હતી.

વડાપ્રધાન - પી વી નરસિંહારાવ

લોકસભા ચૂંટણી 1996

લોકસભા ચૂંટણી 1996

દેશની 11મી લોકસભા ચૂંટણીઓ 1996માં 27 રાજ્યોની 545 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 273 બેઠકોની જરૂર હતી. એચ ડી દેવગૌડાની આગેવાનીમાં જનતાદળે 192 બેઠકો મેળવી હતી. અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં ભાજપને 187 બેઠકો મળી હતી. પી વી નરસિંહારાવની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 140 બેઠકો મળી હતી.

વડાપ્રધાન - અટલ બિહારી વાજપેયી (11મા વડાપ્રધાન)/ એચ ડી દેવગૌડા(બારમા વડાપ્રધાન)

લોકસભા ચૂંટણી 1998

લોકસભા ચૂંટણી 1998

દેશની 12મી લોકસભા ચૂંટણીઓ 1998માં 27 રાજ્યોની 545 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 273 બેઠકોની જરૂર હતી. અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં ભાજપને 254 બેઠકો મળી હતી. સીતારામ કેસરીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 144 બેઠકો મળી હતી.

વડાપ્રધાન - અટલ બિહારી વાજપેયી (એનડીએ)

લોકસભા ચૂંટણી 1999

લોકસભા ચૂંટણી 1999

દેશની 13મી લોકસભા ચૂંટણીઓ 1999માં 27 રાજ્યોની 545 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 273 બેઠકોની જરૂર હતી. અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં ભાજપને 270 બેઠકો મળી હતી. સોનિયા ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 156 બેઠકો મળી હતી.

વડાપ્રધાન - અટલ બિહારી વાજપેયી (એનડીએ)

લોકસભા ચૂંટણી 2004

લોકસભા ચૂંટણી 2004

દેશની 14મી લોકસભા ચૂંટણીઓ 2004માં 27 રાજ્યોની 543 બેઠકો માટે યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 272 બેઠકોની જરૂર હતી. સોનિયા ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 218 બેઠકો મળી હતી. અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં ભાજપને 181 બેઠકો મળી હતી.

વડાપ્રધાન - મનમોહન સિંહ (યુપીએ)

લોકસભા ચૂંટણી 2009

લોકસભા ચૂંટણી 2009

દેશની 15મી લોકસભા ચૂંટણીઓ 2009માં યોજવામાં આવી હતી. મહત્વની બાબત એ હતી કે સૌપ્રથમવાર નવા સીમાંકન મુજબ 543 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. તેમાં બહુમતી માટે 272 બેઠકોની જરૂર હતી. સોનિયા ગાંધીની આગેવાનીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 262 બેઠકો મળી હતી. એલ કે અડવાણીની આગેવાનીમાં ભાજપને 159 બેઠકો મળી હતી. પ્રકાશ કારતની આગેવાનીમાં સીપીઆઇ(એમ)ને 79 બેઠકો મળી હતી.

વડાપ્રધાન - મનમોહન સિંહ (યુપીએ)

લોકસભા ચૂંટણી 2014

લોકસભા ચૂંટણી 2014

દેશની 16મી લોકસભા ચૂંટણીઓ 2014માં 543 બેઠકો માટે યોજાઇ રહી છે. તેમાં બહુમતી માટે 272 બેઠકોની જરૂર છે. 7 એપ્રિલથી 12 મે સુધી ચાલનારી ચૂંટણીઓ બાદ મતગણતરી 16 મે, 2014ના રોજ યોજાશે. ભાજપમાંથી પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે કોઇનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યું નથી. છેલ્લા 10 વર્ષના શાસનમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર મોંઘવારી, ભ્રષ્ટાચારને નાથવામાં નાકામ રહી છે, સાતે વિકાસને વેગવંતો બનાવી શકી નથી. જેના કારણે તેની હાર નક્કી છે તેમ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. વર્તમાન સમયમાં કોંગ્રેસ પાસે 198 અને ભાજપ પાસે 112 બેઠકો છે.

English summary
Indian general elections were begins when India was under rule of Britishers. Those Indian general elections were held to elect members to the Imperial Legislative Council and the Provincial Councils.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more