Love Story: જય શાહ બન્યા પિતા, જાણો કોણ છે તેમની પત્ની રિશિતા પટેલ? ખૂબસૂરત છે પ્રેમ કહાની
love story of Jay Shah: મહારાષ્ટ્રમાં મહાયુતિની જોરદાર જીત વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. તે ફરી દાદા બની ગયા છે.. તમને જણાવી દઈએ કે શાહના પુત્ર અને BCCI સેક્રેટરી જય શાહના ઘરે પુત્રનો જન્મ થયો છે. જેનો ખુલાસો IPL મેગા ઓક્શન દરમિયાન થયો હતો. IPLના ચેરમેન અરુણ ધૂમલે જય શાહના પિતા બનવાના ખુશખબર જાહેર કર્યા છે.
લાઈમ લાઈટથી દૂર રહે છે પરિવાર
તમને જણાવી દઈએ કે દેશના જાણીતા નેતા હોવા છતાં અને બીસીસીઆઈમાં આટલું પ્રતિષ્ઠિત પદ ધરાવતા હોવા છતાં જય શાહ મીડિયાથી ચોક્કસ અંતર જાળવી રાખે છે અને તેમનો આખો પરિવાર પણ લાઈમલાઈટથી દૂર રહે છે. જય શાહની પત્નીનું નામ રિશિતા પટેલ છે, તે પણ મૂળ ગુજરાતની છે.
સાથે ભણતા ભણતા પ્રેમમાં પડ્યા
22 ડિસેમ્બર 1988ના રોજ જન્મેલા જય શાહ ઉચ્ચ શિક્ષિત છે પરંતુ થોડા શરમાળ છે. જય અને ઋષિતા બંને કોલેજના મિત્રો છે, સાથે ભણતા હતા ત્યારે તેઓ પ્રેમમાં પડ્યા હતા અને પછી બંનેએ પરિવારની સંમતિથી લગ્ન કરી લીધા હતા.

2015માં થયા હતા લગ્ન
રિશિતા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે ગુજરાતના લોકપ્રિય ઉદ્યોગપતિ ગુણવંતભાઈ પટેલની પુત્રી છે. જય અને રિશિતાના લગ્ન વર્ષ 2015માં થયા હતા. જય અને રિશિતા ત્રીજી વખત માતા-પિતા બન્યા છે. હાલમાં, આ સમાચાર બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર જય શાહ અને તેના પરિવારના સભ્યોને શુભેચ્છા પાઠવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
- જય શાહ વિશેની ખાસ વાતો
- જય શાહનો જન્મ 22 સપ્ટેમ્બર 1988ના રોજ થયો હતો.
- તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ ગુજરાતમાંથી મેળવ્યું અને પછી એન્જિનિયરિંગમાં સ્નાતક થયા.
- જય શાહને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. જોકે તે પોતે ક્રિકેટ રમ્યો નહોતો.
- જયે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સાથે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
- 2019 માં, જય શાહને BCCIના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- જય શાહને 2021માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
- જય શાહે BCCIમાં પારદર્શિતા અને ડિજિટલ પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં છે.












Click it and Unblock the Notifications
