દારૂ પીને ડોક્ટરે કર્યું બાળકનું ઓપેરશન, માથામાં છોડી સોઈ

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ ના મથુરામાં ખાનગી કોલેજના ડોક્ટરની એક મોટી ભૂલ સામે આવી છે. આ ડોક્ટરે એક બાળકના માથાનું ઓપેરશન કર્યા પછી સોઈ બાળકના માથામાં જ છોડી દીધી. આ વાતની ખબર ત્યારે પડી જયારે પરિવારના લોકો તેના ટાંકા તોડાવવા માટે હોસ્પિટલ ગયા. હવે પીડિત બાળકના પિતા આરોપી ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે.

આખો મામલો

આખો મામલો

આખો મામલો મથુરાના કેડી મેડિકલ કોલેજ નો છે. અક્બરપુર ગામના દારુદયાલ નો 6 વર્ષનો માસૂમ બાળક રમતા સમયે ટાવરના જનરેટર પર પડ્યો. ત્યારપછી તેના માથામાં ગંભીર ઇજા આવી. દારુદયાલ એ તેના બાળકને ઉપચાર માટે નજીક આવેલા કેડી મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો. ચિકિત્સકો ઘ્વારા તે બાળકના માથાનું ઓપેરશન કરવામાં આવ્યું. બાળકની હાલતમાં સુધાર આવતા તેને રજા આપી દેવામાં આવી. ચિકિત્સકો ઘ્વારા ત્યારપછી તેને ઘર પર જ પટ્ટી કરાવવાનું કહેવામાં આવ્યું. ઘર પર જયારે માસૂલ બાળકની ડ્રેસિંગ પટ્ટી ખુલી તો તેના માથામાંથી એક અણી દાર વસ્તુ નીકળી. હોળી પર બાળકને દર્દ થયો ત્યારે તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો તો ત્યાં કોઈ પણ મળ્યું નહીં.

કાર્યવાહી કરવામાં આવશે

કાર્યવાહી કરવામાં આવશે

મામલો બહાર આવ્યા પછી માસૂમ બાળક બંસીના પિતા તેને લઈને પોલીસ ચોકી ગયા. જ્યાં પોલીસે વાતોમાં તેને ફસાવી ભગાડી દીધો. ત્યારપછી દારુદયાલ તેના બાળકને લઈને મંગળવારે સીએમઓ ઓફિસ ગયો. પરંતુ સીએમઓ મળ્યા નહીં. સીએમઓ સાથે મળવા માટે તેઓ તહેસીલ દિવસ પહોંચ્યા અને તેમને મળીને આખી વાત જણાવી. સીએમઓ પાસે મામલો આવ્યા પછી તેઓ જાંચ કરવા માટે જણાવી રહ્યા છે.

દારૂ પીને ડોક્ટરે કર્યું બાળકનું ઓપેરશન

દારૂ પીને ડોક્ટરે કર્યું બાળકનું ઓપેરશન

પીડિત દારુદયાલ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કેડી મેડિકલ કોલેજમાં ઓપેરશન સમયે ડોક્ટરે દારૂ પીધો હતો. તેમને નશા ની હમતમાં ઓપેરશન કર્યું હતું. જેના કારણે આટલી મોટી ભૂલ થયી. તેમને આગળ જણાવ્યું કે પોલીસ ડોક્ટરો વિરુદ્ધ કેસ દાખલ નથી કરી રહી. તેમને કહ્યું કે જો કેસ દાખલ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી સુધી પણ જશે.

English summary
Doctor left the needle in the child head during operation in mathura

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.