બાપરે, 15 વર્ષની આ છોકરીના પેટમાંથી 4 કિલો વાળ નીકળ્યા

બાપરે, 15 વર્ષની આ છોકરીના પેટમાંથી 4 કિલો વાળ નીકળ્યા

ફર્રુખાબાદઃ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં રહેતી 15 વર્ષની શિવાનીને થોડા દિવસોથી પેટમાં દુખાવો થયો હતો. પિતા સુનીલ કુમારે શિવાનીને લોહિયા હોસ્પિટલમાં ડૉક્ટર પાસે ઈલાજ માટે લઈ ગયા. ડૉક્ટર્સે શિવાનીની તપાસ કરી તો દંગ કરી દે તવી વાત સામે આવી છે. ડૉક્ટર્સે કહ્યું કે જો સમયસર બાળકીને હોસ્પિટલે લઈ જવામાં ના આવી હોત તો તેનો ઈલાજ ના થઈ શકત અને તેનો જીવ પણ જઈ શકે તેમ હતો.

પેટમાં હતું વાળનું ફીંડલું

પેટમાં હતું વાળનું ફીંડલું

કાયમગંજ તાલુકાના મઈ રસીદપુર ગામમાં રહેતા સુનીલ કુમારની દીકરી શિવાનીની લોહિયા હોસ્પિટલમાં ડૉક્ટર ઈમરાન અલીએ શારીરિક તપાસ કરી તો તેના પેટમાં વાળનું ફીંડલું હોવાની પુષ્ટિ થઈ. સોમવારે સર્જન ડૉક્ટર ઈમરાન અલીએ શિવાનીનું ઓપરેશન કર્યું. ઑપરેશન દરમિયાન તેના પેટમાંથી ચાર કિલો વાળ નિકળ્યા. તેમણે કહ્યું કે સમયસર ઓપરેશન થવાના કારણે કિશોરીનો જીવ બચી ગયો.

5 વર્ષની ઉંમરથી જ વાળ ખાતી હતી

5 વર્ષની ઉંમરથી જ વાળ ખાતી હતી

પરિજનોએ જણાવ્યું કે શિવાનીને બાળપણથી જ વાળ ખાવાની લત લાગી ગઈ હતી. પાંચ વર્ષની ઉંમરથી જ તે વાળ ખાઈ રહી હતી. ડૉ ઈમરાન અલીએ જણાવ્યું કે વાળ ખાવાના કારણે શિવાનીના પેટમાં વાળ જમા થઈ ગયા હતા. આ કારણે તેના પેટમાં સતત દુખાવો થતો હતો. ઓપરેશન કરી તેના પેટમાંથી ચાર કિલો વાળનું ફીંડલું કાઢવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે શિવાનીની હાલાત હવે ઠીક છે.

પેટમાં વાળ નથી બચતા

પેટમાં વાળ નથી બચતા

ડૉ ઈમરાન મુજબ વાળ ખાવાની આદતને રેંપુંજલ ડ્ક્ષસડ્રોમ કહેવાય છે. આવું બાળક ત્યારે કરે છે જ્યારે તેમને ઈગ્નોર કરવામાં આવે છે અથવા તેઓ ખુદને એકલા મહેસૂસ કરે ચે. વાળ આપણા પેટમાં પચતા નથી. નાના નાના વાળ આપણા મળ સાથે બહાર પણ નીકળી શકે છે, પરંતુ મોટા વાળ બહાર નથી આવી શકતા જેમ જેમ વાળનું ફીંડલું વડું થાતું જાય તેમ તેમ પેટનો દુખાવો પણ વધવા લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X