For Quick Alerts
For Daily Alerts
રાધે માં પોર્ન ફિલ્મો જુએ છે, સની લિયોની ફેવરીટ: ડોલી બિંદ્રા
છેલ્લા ઘણાં સમયથી સમાચાર, સોશ્યિલ મિડીયા અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બનેલ સ્વઘોષિત ધર્મગુરૂ રાધે માં પર અનેક આક્ષેપો થયા છે. ક્યારેક દહેજ તો ક્યારેક હેરેઝમેન્ટ જેવા અનેક આરોપોને લઈને પોલીસ FIR થઈ છે.
રાધે માંની પૂર્વ અનુયાયી ડોલી બિંદ્રાની ફરિયાદના આધારે પોલીસે રાધે માંના લગભગ ડઝન જેટલા પરિજનો વિરૂદ્ધ નવી પોલીસ ફરિયાદ નોંધી છે. બિંદ્રાએ રાધે માં વિરૂદ્ધ ડરાવવું, ધમકી આપવી, અને શોષણનો આરોપ લગાવ્યો છે.
ડોલી બિંદ્રાએ વધુમાં જણાવ્યું કે રાધે માં પોર્ન ફિલ્મો જુએ છે , અને સની લિયોની તેમને વધુ પસંદ છે. પોલીસે ડોલી બિંદ્રાના તમામ આરોપોને લઈને વધુ તપાસ હાથ ધરી છે.