આરોગ્ય સેતુ પર ગ્રીન સ્ટેટસવાળાને ક્વૉરંટાઈન કરવાની જરૂર નથીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી
ઘરેલુ ઉડાનવાલા જે મુસાફરોમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના લક્ષણ ન હોય અને આરોગ્ય સેતુ એપ પર ગ્રીન સ્ટેટસ હોય તેમને ક્વૉરંટાઈ કરવાની જરૂર નથી.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ શનિવારે કહ્યુ કે ઘરેલુ ઉડાનવાલા જે મુસાફરોમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના લક્ષણ ન હોય અને આરોગ્ય સેતુ એપ પર ગ્રીન સ્ટેટસ હોય તેમને ક્વૉરંટાઈ કરવાની જરૂર નથી. હરદીપ સિંહ પુરીએ કહ્યુ, 'અમે એ સ્પષ્ટ કરી દીધુ છે કે જો કોઈની પાસે આરોગ્ય સેતુ એપ હોય અને તેના પર ગ્રીન સ્ટેટસ હોય તો તે પાસપોર્ટની જેમ છે, કોઈ વ્યક્તિ કેમ ક્વૉરટાઈન થવા ઈચ્છશે.'

આરોગ્ય સેતુ એપ અનિવાર્ય
મંત્રીએ ફેસબુક લાઈવ સેશનમાં લોકોના સવાલોના જવાબ આપીને આ વાત કહી. પૂરીએ કહ્યુ કે ઉડ્ડયન મંત્રાલય તરફથી દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ, જ્યારે હું ક્વૉરંટાઈન વિશે વાત કરુ છુ તો હું ઘરેલુ યાત્રીઓ વિશે બોલી રહ્યો છુ. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો સવાલ છે, તેમના માટે પહેેલેથી જ 14 દિવસનુ ક્વૉરંટાઈન અનિવાર્ય છે. કેન્દ્રએ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને છોડીને ઘરેલુ ઉડાનો માટે આરોગ્ય સેતુ એપને અનિવાર્ય કર્યુ છે. જો કોઈના ફોનમાં એપ ન હોય તો તે અહીં કાઉન્ટર પર જઈને ડાઉનલોડ કરી શકે છે.

હવાઈ યાત્રા અંગે સરકારે દિશા-નિર્દેશ અને એસઓપી જારી કર્યા
આ ઉપરાંત જો કોઈની પાસે કોઈ કારણવશ ફોનમાં એપ ન હોય તો તેણે સેલ્ફ ડિક્લેરેશન પત્ર આપવામાં આવી શકે છે કે એ યાત્રીને ઉડાનમાં ચડવાથી રોકવામાં આવે. તમને જણાવી દઈએ કે દેશમાં ઘરેલુ ઉડાનોની સેવા સોમવાર, 25 મેથી શરૂ કરવામાં આવશે. ઘણી એરલાઈન્સે આવનારી ઉડાનો માટે ટિકિટ બુક કરવાનુ શરૂ કરી દીધુ છે. હવાઈ યાત્રા અંગે સરકારે દિશા-નિર્દેશ અને એસઓપી જારી કર્યા છે. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ પણ એરપોર્ટ માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે જેમાં તેમને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યુ છે કે સેવાને કોઈ મુશ્કેલી વિના શરૂ કરવામાં આવે અને તેના કારણે દેશમાં કોવિડ-19ના કેસોમાં વધારો ન થવો જોઈએ.

દિલ્લીમાં ઘરેલુ ઉડાનો ટર્મિનલ 3(ટી3) થી ઑપરેટ થશે
આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે દિલ્લીમાં બધી ઘરેલુ ઉડાનો ટર્મિનલ 3 (ટી3)થી ઑપરેટ થશે. ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં 6,654 કેસોની અત્યાર સુધીનો સૌથી વધુ વધારો થયો છે અને 137 મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 1,25,101 છે જેમાં 69,597 સક્રિય કેસ અને 3,720 મોત શામેલ છે.












Click it and Unblock the Notifications
