અડવાણીની મોદીને સલાહ, વ્યક્તિગત ટિકા કરવાનું ટાળે
પૂર્વ ઉપ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પરોક્ષ રીતે સલાહ આપતા જણાવ્યું છે કે સ્વતંત્રતા દિવસના અવસરે વ્યક્તિગત ટિકા કરવાથી બચવું જોઇએ.
અડવાણીએ જણાવ્યું કે અત્રે પોતાના રહેઠાણ સ્થળેથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ જણાવ્યું કે આજે સ્વતંત્રતા દિવસ છે. અને આ દિવસે કોઇએ પણ કોઇની પર વ્યક્તિગત ટીકા કરવી જોઇએ નહીં.

નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીને વિકાસ અને સુપ્રશાસન પર ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેખ્યો હતો. આ ઉપરાંત આજનો દિવસ સ્વાતંત્ર દિવસ નહીં રહીને નરેન્દ્ર મોદી દિવસ બની રહ્યો હતો. કારણે કે દરેક મીડિયા ચેનલમાં માત્રને માત્ર મોદી જ છવાયેલા રહ્યા.












Click it and Unblock the Notifications
