શિયા મુસ્લિમ કોંગ્રેસને વોટ ના આપે: કલ્બે જવ્વાદ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 એપ્રિલ: પ્રતિષ્ઠિત શિયા ઉલેમા કલ્બે જવ્વાદે શિયા મુસ્લિમોને અપીલ કરી છે કે તે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ના આપે. કલ્બે જવ્વાદ શિયા મુસ્લિમોના ઉલેમા છે. જવ્વાદે સોમવારે પોતાની અપીલમાં જણાવ્યું છે કે કોંગ્રેસના શાસનમાં દેશમાં મોટા રમખાણો થયા અને આ પાર્ટીની નીતિઓથી મુસ્લિમોની સ્થિતિઓ ખરાબ થઇ છે.

કલ્બે જવ્વાદની આ અપીલ બાદ રાજનૈતિક ઘમાસાણ વધવાના આસર બની ગયા છે, કારણ કે જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ દેશના મુસલમાનોને અપીલ કરી છે કે આ આ ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષમાં મતદાન કરે.

બુખારીએ સપા અને બસપાને તકવાદી ગણાવતા ક્ષેત્રીય દળોને સમર્થન આપવાને વોટ બર્બાદ કરવાનું જણાવ્યું છે. બુખારીએ આ જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની સાથે તેમની મુલાકાતના ત્રણ દિવસ બાદ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમને એ સુનિશ્ચિત કરવાનું જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં ધર્મનિરપેક્ષત વોટ ન વહેચાય.

બુખારીએ બિહારમાં લાલુ પ્રસાદ યાદવના રાજદ અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બિહારમાં રાજદ અને કોંગ્રેસનું ગઠબંધન છે. બુખારીએ જણાવ્યું કે દેશને સાંપ્રદાયિક શક્તિઓથી ખતરો છે. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે ધર્મનિરપેક્ષ વોટ વિભાજિત ના થઇ જાય. સાંપ્રદાયિક શક્તિઓ દેશના વિભાજન માટે દિવસ-રાત પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસ માટે બુખારીની આ જાહેરાત ખૂબ મહત્વની છે. આનાથી પાર્ટીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ફાયદો થઇ શકે છે, કારણ કે ત્યાં ઘણી બેઠકો પર સારીએવી પકડ મુસલમાનોની છે.

English summary
Don't give vote to congress: kalbe jawad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X