અધ્યક્ષનો આદેશ, ભાજપી નેતા ના કરે PM પદ પર ટિપ્પણી

રાજનાથસિંહે જણાવ્યું કે તે પહેલા પણ આ અંગે કહી ચૂક્યા છે કે આ મુદ્દે કોઇપણ જાતની ટિપ્પણીઓ કરવામાં આવે નહીં. તેમણે જણાવ્યું કે ભાજપામાં પરંપરા રહી છે કે સીએમ અને પીએમ પદ માટેનો નિર્ણય પાર્ટીની સંસદીય સમિતિ કરે છે.
તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને કહ્યું કે આ અંગે પ્રશ્ન પૂછવા પર એવું કહેવું જોઇએ કે પીએમ પદ માટે આખરી નિર્ણય સંસદીય બોર્ડ જ લેશે. તેમણે જણાવ્યું કે આ મામલે અંતિમ નિર્ણય તો બીજેપીની કેન્દ્રીય સમિતિમાં થશે.
બીજી બાજુ નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની માગ ઘણી નેતાઓએ કરી છે. જેને ધ્યાનમાં રાખતા રવિવારે રાજનાથસિંહે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દમદાર અને લોકપ્રિય નેતા છે એમાં કોઇ બેમત નથી. પરંતુ પ્રધાનમંત્રી પદના ઉમેદવારની પસંદગી પાર્ટીના સંસદીય બોર્ડમાં જ થશે.












Click it and Unblock the Notifications
