Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદી સાથે પતંગ ઉડાવવાની સલમાનને સજા, ઓવૈસીએ કહ્યું મુસ્લિમો ના જુવે ફિલ્મ

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: સલમાન ખાનની આજે રિલિઝ થયેલી ફિલ્મ 'જય હો'ને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. હૈદરાબાદથી સાંસદ અને એઆઇએમઆઇએમના નેતા અસદૂદ્દીન ઓવૈસીએ મુસલમાનોને અપીલ કરી છે કે તેઓ સલમાન ખાનની આ ફિલ્મ ના જુએ. ઓવૈસી સલમાન ખાન દ્વારા નરેન્દ્ર મોદીની મુલાકાત અને તેમને વખાણ કરવા પર નારાજ છે. જવાબમાં સલમાનનું કહેવું છે કે સારા વ્યક્તિના નામના વખાણ કરવા એ ગુનો નથી.

ફિલ્મ 'જય હો'ના રિલિઝ થવા સાથેના વિવાદને લઇને સલમાન ખાન બેજવાબદાર છે. તેમનું કહેવું છે કે આ આમ આદમીની ફિલ્મ છે, અને આમ આદમી તેને જોશે. જોકે મોદીની સાથે ફિલ્મના પ્રમોશન કરવાને લઇને કેટલાંક કટ્ટરપંથી સંગઠન સલમાનની વિરોધ કરી રહ્યા છે. હૈદરાબાદથી સાંસદ અને એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ખૂબ જ તીખા શબ્દોમાં જણાવ્યું છે કે મુસ્લિમો સલમાનની ફિલ્મ ના જુવે. ઓવૈસીનું કહેવું છે કે સલમાન ખાને ગુજરાત જઇને મુસલમાનોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. તેમણે 'જય હો' પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરી.

અસદૂદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે નામ સલમાન રાખવાથી કોઇ સલમાન નથી બની જતું. સલમાન તો રશ્દી પણ છે. તેઓ મોદીના વખાણ કરે છે. મારી અપીલ છે કોઇ મુસ્લિમ તેની ફિલ્મ ના જુવે.

જોકે 'જય હો'ના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ આવ્યા હતા અને તેમણે અત્રે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાવી અને તેમને ગુડમેન પણ ગણાવ્યા હતા. ઓવૈસીના વિરોધને નહીં ગણકારતા સલમાનનું કહેવું છે કે ગુજરાતમાં મુસલમાનો સારો વિકાસ કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદીના વખાણ કરવા કોઇ ગુનો નથી.

salman khan
જોકે સલમાન ખાને બાદમાં એવું પણ કહ્યું હતું કે જે નેતાઓ લોકોના હિતની વાત કરશે, જનતા તેમને જ વોટ આપશે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતે કોંગ્રેસ નેતા પ્રિયા દત્ત અને બાબા સિદ્દીકીને વોટ આપે છે. એક કાર્યક્રમમાં સલમાન ખાને એવું પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને મારી જરૂરીયાત નથી તેઓ પહેલેથી જ લોકપ્રિય છે, જો રાહુલ ગાંધી અથવા અખિલેશ યાદવ મને ચૂંટણી પ્રચાર માટે બોલાવશે તો હું ચોક્કસ આવીશ.

સમાજવાદી પાર્ટીએ પણ નોંધાવ્યો 'જય હો'નો વિરોધ
આની વચ્ચે સમાજવાદી પાર્ટીએ પણ જય હોનો વિરોધ નોંધાવ્યો છે. મુંબઇમાં સમાજવાદી પાર્ટીના નેતા જુલ્ફિકાર આજમીનું કહેવું છે કે મોદીના વખાણ માટે સલમાન માફી માગે, નહીં તો તેમની ફિલ્મ મુંબઇમાં ચાલવા દઇશું નહીં. આ અંગે સલમાનનું કહેવું છે કે શહેરની સુરક્ષા મુંબઇ પોલીસની જવાબદારી છે અને તેઓ દરેક પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X