કોંગ્રેસ વિધાયકે કરી દીધી મહિલાઓના પહેરવેશ પર ટિપ્પણી

જોકે ગુડગાંવના બાદશાહપૂર વિધાનસભામાંથી કોંગ્રેસી વિધાયક ધર્મપાલ એક સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. સમારંભમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય મહિલા કબડ્ડી ટીમની કોચ સુનીલ ડબાસ પણ હાજર હતી.
આ વિધાયકે સુનીલ ડબાસ સાથેની મુલાકાત દરમિયાન સુનીલે પહેરેલી જીન્સ અને શર્ટ ઉપણ ટોણો મારતા જણાવ્યું 'આપ ખેલાડી તો સારી છે પરંતુ કપડા પણ સારા પહેરો, તમારે તો સાડી અથવા શૂટ પહેરવું જોઇએ નહીં કે જીન્સ.'
વિધાયકની વાતનું આ મહિલા કોચને એટલું લાગી આવ્યું કે તે સ્ટેજ પર જ બેભાન થઇ ગઇ. ત્યારબાદ તેણીને હોસ્પિટલભેગી કરવામાં કરવામાં આવી. કોચના બેભાન થયા બાદ કોલેજના વિદ્યાર્થીઓએ વિધાયક સામે નારેબાજી શરૂ કરી દીધી.
બાદમાં પરિસ્થિતિની ગંભીરતાને જોઇને કોંગ્રેસી વિધાયક ધર્મપાલે મહિલા કોચની માફી માંગી લીધી અને જણાવ્યું કે તેમણે આ વાત ખુબ જ સહજ ભાવે કહી હતી, તેની પાછળ તેમનો કોઇ ખોટો ધ્યેય ન્હોતો. જોકે તેમના નિવેદન અંગે ભારે વિવાદને તેમણે રાજનૈતિક કાવતરૂ ગણાવી દીધું.












Click it and Unblock the Notifications
