'આમ આદમી પાર્ટી દાનમાં માંગશે 2014 રૂપિયા'

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: પોતાના આધારને વિસ્તાર આપવા માટે અમાદા આમ આદમી પાર્ટી (આપે) દાન એકઠું કરવાની ગતિવિધિ તેજ કરી દિધી છે અને પોતાના સમર્થકો પાસે 2014 રૂપિયાનું દાન આપવાની માંગણી કરી છે. 2014માં દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે. પાર્ટીએ પત્ર મોકલીને ચૂંટણી કોષમાં પોતાના સમર્થકો પાસેથી 2014 રૂપિયા અથવા તેથી વધુ દાન આપવાની દલીલ કરી છે.

આપે પત્રમાં કહ્યું છે કે અમે કેટાલાક રાજ્યોમાં લોકસભાની ચૂંટણી લડવા માંગીએ છીએ અને અમને તમારા સમર્થનની જરૂરિયાત છે. પાર્ટીએ કહ્યું હતું કે 2014ને સફળ બનાવવા માટે ઓછામાં ઓછા 2014 સમર્થક 2014 રૂપિયા અથવા તેનાથી વધુનું દાન આપે. પાંચ વાગ્યા સુધી આપની વેબસાઇટ પર 2014 રૂપિયાનું દાન આપવાની લાઇન લાગી ગઇ છે. દાન આપનારાઓમાં દિલ્હી, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ, ફિનલેન્ડ અને કતરના લોકો સામેલ છે.

arvind-kejriwal

આપની અપીલમાં કહેવામાં આવ્યું છે કે 2013 હકિકતમાં ઘટનાઓનું વર્ષ રહ્યું. અમે ભારતમાં પરિવર્તનની એક લહેર સ્થાપવામાં સફળ રહ્યાં, જેના અંગે અમારો વિશ્વાસ છે કે આ આપણા દેશના રાજકારણમાં સ્થાયી પરિવર્તન લાવશે. આગળ કહેવામાં આવ્યું હતું કે 2014 આમ આદમીનું વર્ષ હશે. પાર્ટી તેના માટે 10 રૂપિયા અને 11 રૂપિયાનું સામાન્ય દાન સ્વિકાર કરી રહી છે. પાર્ટીને સૌથી વધુ દાન દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાંથી મળી રહ્યું છે. આ ઉપરાંત કેરલ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાંથી દાન મળી રહ્યું છે.

આપની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં 4 ડિસેમ્બરના રોજ યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીને અત્યાર સુધી 3 કરોડ 80 લાખ રૂપિયાનું દાન મળી ચૂક્યું છે. જેમાં ગુરૂવારે 28 લાખ રૂપિયા જમા થયા હતા. સૌથી વધુ દાન પોતાના દેશમાંથી પ્રાપ્ત થયું છે ત્યારબાદ અમેરિકા, યુએસએ, બ્રિટન, સિંગાપુર અને કતરનો નંબર આવે છે જ્યાંથી ભારતીયોએ દાન મોકલ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X