For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ કુંભમાં રાજકારણ ના કરેઃ સપાની ધમકી

By Super
|
Google Oneindia Gujarati News

samajwadi_party
નવીદિલ્હી, 6 ફેબ્રુઆરીઃ એક તરફ ભારતીય જનતા પાર્ટી મહાકુંભમાં મહામંથન કરવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ સમાજવાદી પાર્ટીએ ભાજપને આડકતરી રીતે ધમકી આપતા કહ્યું છે કે તે કુંભમાં રાજકારણ ના કરે.

સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ આસરે કુશવાહાએ કહ્યું છે કે, કુંભમાં રાજકારણને કોઇ સ્થાન નથી. તેમણે કહ્યું કે, ભાજપ કુંભમાં રાજકારણ ના કરે, જો તેવું થશે તો તેને રોકવામાં આવશે.

નોંધનીય છે કે, ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે બુધવારે કુંભ નગરી અલ્હાબાદ પહોંચી રહ્યાં છે. ભાજપ વારંવાર સંકેત આપી ચૂક્યું છે કે હિન્દુત્વના રથ પર સવાર થતા હવે પાર્ટીને કોઇ રોકી શકશે નહીં.

ભાજપના ઘણા વરિષ્ઠ નેતા કહીં ચૂક્યા છે કે પાર્ટી પોતાની વિચારધારા પર પરત ફસરશે અને ગુમાવેલી જમીન પરત મેળવશે. ભાજપ નેતાઓએ છેલ્લા કેટલાક દિવસથી જે વાતને જોરદાર હવા આપી છે, તેને ઝડપથી સાચી સાબિત કરવામાં પણ તે લાગી જશે.

કુંભ નગરી અલ્હાબાદમાં બુધવારે વિશ્વહિન્દુ પરિષદની માર્ગદર્શન મંડળની બેઠક શરુ થઇ ગઇ છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે હાજરી આપી છે. દેશભરમાંથી વિએચપી સાથે જોડાયેલા 300 સાધુ સંત જ્યારે હિન્દુત્વ અને રામ મંદિરનો રાંગ છેડી રહ્યા હતા ત્યારે રાજનાથ સિંહ ત્યાં હાજર હતા. તેમણે કહ્યું છે કે, મહાકુંભમાં વિશ્વહિન્દુ પરિષદની માર્ગદર્શક મંડળની બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે હાજરી આપી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, રામ જન્મભૂમિ પર જ રામ મંદિર બનવું જોઇએ.

અલ્હાબાદમાં મહાકુંભમાં વિશ્વહિન્દુ પરિષદની આ સભામાં હાજરી આપતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે, રામ મંદિર આપણી પહેલી પ્રાથમિકતા છે. દેશના કરોડો રામભક્તોની ઇચ્છા છે કે, રામ જન્મભૂમિ પર રામ મંદિર બને અને એ કરોડો રામભક્તોની ઇચ્છા પૂર્ણ થવી જોઇએ. રામ જન્મભૂમિ પર જ રામ મંદિર બનવું જોઇએ.

English summary
The Samajwadi Party has warned the BJP not to use the Mahakumbh platform for politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X