For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑક્સફોર્ડ વેક્સીનના પરિણામ પર શંકા, કંપનીએ ખુદ માન્યું- મેન્યુફેક્ચરિંગમાં ભૂલ થઈ

ઑક્સફોર્ડ વેક્સીનના પરિણામ પર શંકા, કંપનીએ ખુદ માન્યું- મેન્યુફેક્ચરિંગમાં ભૂલ થઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ પોતાની કોરોના વેક્સીન AZD1222ના ત્રીજાટ્રાયલના પરિણામની હાલમાં જ જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું હતું વેક્સીનનું ટ્રાયલ રિઝલ્ટ સારું રહ્યું છે અને આ કોરોના સંક્રમણથી બચાવમાં 70 ટકા સુધી અસરકારક છે. હવે આ વેક્સીન શંકાના ઘેરામાં આવી ગઈ છે કેમ કે તેના મેન્યુફેક્ચરિંગમાં ભૂલ થઈ હોવાની વાત સામે આવી છે. એસ્ટ્રાજેનેકા અને ઑક્સફોર્ડે પણ વેક્સીનમાં મેન્યુફેક્ચરિંગ એરરને સ્વીકારી છે, જેનાથી વેક્સીનના સ્ટડી રિઝલ્ટ પર સવાલ ઉઠી રહ્યા છે.

આ કારણે વેક્સીન પર સવાલ ઉઠ્યા

આ કારણે વેક્સીન પર સવાલ ઉઠ્યા

ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ કહ્યું હતું કે જે લોકોને આ વેક્સીનનો અડધો ડોઝ મળ્યો અને પછી એક મહિના બાદ આખો ડોઝ મળ્યો, તેમાં આ વેક્સીનનો પ્રભાવ 90 ટકા સુધી જોવા મળ્યો. જે લોકોને બે વાર આખો ડોઝ મળ્યો તેમાં વેક્સીનનો પ્રભાવ માત્ર 62 ટકા જ જોવા મળ્યો. જેને લઈ સવાલ ઉઠ્યા તો કંપની તરફથી કહેવામાં આવ્યું કે તેમના મેન્યુફેક્ચરિંગની શરૂઆતમાં ભૂલ થઈ હતી.

ટ્રાયલમાં વિવિધ રિઝલ્ટ મળ્યાં

ટ્રાયલમાં વિવિધ રિઝલ્ટ મળ્યાં

ઑક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકાએ 23 નવેમ્બરે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે યુકે અને બ્રાઝીલમાં કરવામાં આવેલા ટ્રાયલમાં તેમની વેક્સીન અસરકારક જણાઈ. અડધા ડોઝ આપવા પર વેક્સીન 90 ટકા ઈફેક્ટિવ મળી. જે બાદ બીજા મહિને ફુલ ડોઝ આપવા પર તેની અસરકારકતા 62 ટકા જોવા મળી. જેના એક મહિના બાદ ફુલ ડોઝ આપવા પર અસર 70 ટકા જોવા મળી.

ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ આ વેક્સીન બનાવી રહ્યું છે

ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ આ વેક્સીન બનાવી રહ્યું છે

ઑક્સફોર્ડ/ એસ્ટ્રાજેનેકાની વેક્સીનમાં વિલંબની ભારતમાં સીધી અસર થશે. ભારતમાં આ વેક્સીન પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા બનાવી રહી છે. ભારતમાં કોરોના વેક્સીન માટે ઑક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે સીરમ ઈન્સ્ટીટ્યૂટે કરાર કર્યો છે. સીરમે એસ્ટ્રાજેનેકાથી વેક્સીનના 100 કરોડ ડોઝની ડીલ કરી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયામાં આ વેક્સીન કોવિસીલ્ડ નામે બની રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ત્રીજા તબક્કાનું ટ્રાયલ સફળ થયા બાદ ઑક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સીનને જો યુકે ડ્રગ રેગ્યુલેટથી ઈમરજન્સી અપ્રુવલ મળે છે તો ડિસેમ્બરથી આ વેક્સીન ઉપલબ્ધ થઈ શકે છે. જો કે હવે પરિણામો બાદ ઉઠેલા સવાલ બાદ વેક્સીન આવવામાં વિલંબ થઈ શકે છે.

ભારતમાં કોરોના વેક્સીનની તૈયારી જોવા માટે 4 ડિસેમ્બરે પૂણે પહોંચશે વિદેશી પ્રતિનિધિ મંડળભારતમાં કોરોના વેક્સીનની તૈયારી જોવા માટે 4 ડિસેમ્બરે પૂણે પહોંચશે વિદેશી પ્રતિનિધિ મંડળ

English summary
Doubts over Oxford vaccine results, company admits - manufacturing error
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X