For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉક્ટર્સની હડતાળ પર બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, મમતા બેનરજીના અલ્ટીમેટમે હાલાત બગાડ્યા

ડૉક્ટર્સની હડતાળ પર બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, મમતા બેનરજીના અલ્ટીમેટમે હાલાત બગાડ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પશ્ચિમ બંગાળમાં ડૉક્ટર પર હુમલાના વિરોધમાં આજે દેશવ્યાપી હડતાલ પર ગયેલ ડૉક્ટર્સને કામ ન રોકવા અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર ડૉક્ટર્સની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં ઉઠાવશે. એવામાં ડૉક્ટર્સ માત્ર સાંકેતિક પ્રદર્શન કરે પરંતુ સ્વાસ્થ્ય સેવાઓ ઠપ ન કરે. કોલકાતાના એનઆરએસ મેડિકલ કોલેજમાં બે જૂનિયર ડૉક્ટર્સ પર હુલમાના વિરોધમાં ભારતીય ચિકિત્સા સંઘે 14 જૂને અખિલ ભારતીય વિરોધ દિવસ ઘોષિત કર્યો છે. જેને પગલે દેશભરમાં દર્દીઓએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

મમતા બેનરજી ડૉક્ટર્સના ઝઘડાને ઈગોનો વિષય ન બનાવે

મમતા બેનરજી ડૉક્ટર્સના ઝઘડાને ઈગોનો વિષય ન બનાવે

હર્ષવર્ધને કહ્યું કે મમતા બેનરજીને મારી અપીલ છે કે તેઓ આ મામલે પોતાના અભિમાનને ન જોડે, તેમણે ડૉક્ટર્સને અલ્ટીમેટમ આપ્યું જેના કારણે દેશભરના ડૉક્ટર્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. મેં મમતા બેનરજીને લખ્યું છે અને તેમની સાથે વાત કરવાની પણ કોશિશ કરી રહ્યો છું જેથી મામલાનો ઉકેલ શોધી શકાય. ડૉક્ટર્સનો એક દળ પણ હર્ષવર્ધનને મળ્યો છે અને પશ્ચિમ બંગાળના મામલે વાત કરી છે.

દેશભરમાં ડૉક્ટર્સની હડતાળ

દેશભરમાં ડૉક્ટર્સની હડતાળ

પશ્ચિમ બંગાળણાં ડૉક્ટર્સની સાથે મારપીટની ઘટના બાદ જૂનિયર ડૉક્ટર્સની હડતાળને હવે દેશભરના ડૉક્ટર્સનું સમર્થન મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળના ડૉક્ટર્સને સમર્થન કરતા રાજધાની દિલ્હી મેડિકલ એસોસિએશને આજે હડતાળ બોલાવી છે. ડૉક્ટર્સે આજે કામનો બહિષ્કાર કરવાનો ફેસલો કર્યો છે, જેનાથી સ્વાસ્થ્ય સેવાઓ પ્રભાવિત છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સિવાય પંજાબ, કેરળ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશમાં પણ ડૉક્ટર્સ હડતાળ પર છે. દિલ્હીમાં એમ્સ અને સફદરજંગના રેસીડેન્ટ ડૉક્ટર્સે બુધવારે સાંકેતિક પ્રદર્શન કરતાં પોતાના માથા પર પટ્ટીઓ બાંધીને કામ કર્યું.

કોલકાતામાં ડૉક્ટર્સ સાથે મારપીટનો મામલો

કોલકાતામાં ડૉક્ટર્સ સાથે મારપીટનો મામલો

કોલકાતાના એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બે જૂનિયર ડૉક્ટર્સ પર હુમલો થવા અને તેમના ગંભીર રીતે ઘાયલ થયા બાદ પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડૉક્ટર્સ મંગળવારથી હડતાળ પર છે. ડૉક્ટર્સનો આોપ છે કે રાજ્ય સરકાર તેમનો સાથ આપવાને બદલે તેમને ધમકાવવાનું કામ કરી રહી છે.

ડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે બંગાળથી દિલ્લી સુધી મેડીકલ સેવા બંધ ડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે બંગાળથી દિલ્લી સુધી મેડીકલ સેવા બંધ

English summary
dr harshvardhan said on strike of doctors, an ultimatum of mamata banerjee ruined situation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X