જયલલિતાની સ્થિતિ અંગે ડો. રિચર્ડ બેલેનો રિપોર્ટ
ડો.રિચર્ડ બેલેના જણાવ્યા અનુસાર અમે તેમને સાજા કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમના પર નજર રાખવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કંઇ પણ કહેવુ ઉતાવળ કહેવાશે...
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની તબિયત અંગે લંડનના વરિષ્ઠ ડોક્ટર પ્રોફેસર રિચર્ડ બેલેનું નિવેદન આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે તેમની અત્યંત નાજુક છે.

ડોક્ટર રિચર્ડ બેલેના જણાવ્યા અનુસાર અમે તેમને સાજા કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે.જો કે અત્યારે કંઇ પણ કહેવુ ઉતાવળ કહેવાશે.

ડોક્ટર બેલેના જણાવ્યા અનુસાર તેમની તપાસમાં વરિષ્ઠ જાણકારોની મલ્ટીડિસિપ્લીનરી ટીમ લાગી ગઇ છે. તેમની તબિયતને જોતા હવે વધુ કોરપોરન લાઇફ સપોર્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. ડોક્ટર રિચર્ડ બેલેએ જણાવ્યુ કે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની તબિયત વિશે સાંભળીને હું ખૂબ દુખી છુ. હું અપોલોમાં ચાલી રહેલી તેમની સારવાર પર નજર રાખી રહ્યો છુ.












Click it and Unblock the Notifications
