For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્ય કોચ માટે કોણ કરશે અરજી અને કોને મળશે NCA હેડનું પદ?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય કોચની અરજીની છેલ્લી તારીખ આવી ગઈ છે. BCCIએ NCA માટે મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ અને સ્પોર્ટ્સ સાયન્સના વડા સહિત વિવિધ પદો માટે અરજીઓ મંગાવી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય કોચની અરજીની છેલ્લી તારીખ આવી ગઈ છે. BCCIએ NCA માટે મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ અને સ્પોર્ટ્સ સાયન્સના વડા સહિત વિવિધ પદો માટે અરજીઓ મંગાવી હતી.

રાહુલ દ્રવિડને મુખ્ય કોચિંગ માટે નંબર વન દાવેદાર તરીકે ગણવામાં આવે છે, પરંતુ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીએ હજૂ સુધી આ પદ માટે ઔપચારિક રીતે અરજી કરવાની બાકી છે. માનવામાં આવે છે કે, દ્રવિડ આજે અરજી કરશે અને જો આમ થશે તો તે મુખ્ય કોચના પદ માટે નંબર વનનો દાવેદાર બની જશે. દ્રવિડ સાથે સ્પર્ધા કરવા માટે તેની આસપાસ કોઈ નથી.

Rahul Dravid

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ થોડા દિવસો પહેલા પુષ્ટિ કરી હતી કે, દ્રવિડે હજૂ સુધી ભૂમિકા માટે મંજૂરી આપી નથી અને તેના બદલે તક વિશે વિચારવા માટે થોડો સમય માંગ્યો છે. દ્રવિડે ભારતીય ક્રિકેટમાં અંડર-19 અને ઈન્ડિયા A ના મુખ્ય કોચ તરીકે સેવા આપી છે. તે થોડા મહિના પહેલા અસ્થાયી મુખ્ય કોચ તરીકે શ્રીલંકા પણ ગયો હતો.

પત્રકાર બોરિયા મજુમદારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે કે, દ્રવિડ આજે અરજી કરી શકે છે અને જો આમ થશે તો તેમની પસંદગી વડા પદ માટે કરવામાં આવશે. આ સિવાય તેમણે જણાવ્યું કે, પારસ મહાબ્રેયે બોલિંગ કોચ માટે અરજી કરી છે.

દ્રવિડ હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા તરીકે સેવા આપી રહ્યો છે. જો દ્રવિડ મુખ્ય કોચ બનશે, તો આ પદ ખાલી થઈ જશે, જેના પર વીવીએસ લક્ષ્મણ કબ્જો કરી શકે છે. જો કે, આ રિપોર્ટ થોડા દિવસ પહેલા જ આવ્યો હતો, પરંતુ લક્ષ્મણે આ પોસ્ટને નકારી કાઢી છે, પરંતુ એવા અહેવાલો પણ હતા કે દ્રવિડે કોચ પદ માટે પોતાની મંજૂરી આપી દીધી છે. બાદમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ તમામ બાબતોને નકારી કાઢી છે. તેથી રિપોર્ટના આધારે કંઈપણ કહેવું ખોટું હશે.

ગાંગુલી, દ્રવિડ અને લક્ષ્મણ 2000ના દાયકામાં ભારતીય ટીમની કરોડરજ્જુ રહ્યા છે. આ ટીમ ફરી એકવાર બનતી જોવા મળી રહી છે. સચિન તેંડુલકર એકમાત્ર એવો હશે જે તે યુગના મહાન બેટ્સમેન હોવા છતાં ભારતીય ક્રિકેટમાં કોઈ મોટી ભૂમિકા ભજવશે નહીં. જો કે પ્રશંસકો સચિનને​કોઈ ભૂમિકામાં જોવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સુનીલ ગાવસ્કરની જેમ કદાચ સચિન પણ આ બધી બાબતોથી હંમેશા દૂર જ રહે છે.

English summary
Dravid could apply for head coach, Laxman could get the post of NCA head.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X