DRDOએ રેડિયો વિશુદ્ધીકરણ કરતું સાધન વિકસાવ્યું

DRDOના સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર આ વાઇપ રેડિયેશનનું 95 ટકા દૂષણ દૂર કરે છે. પાંચ સેન્ટિમીટર પહોળા અને પાંચ સેન્ટિમીટર લાંબા એક ડિસ્પોઝિબલ વાઇપની કિંમત માત્ર રૂ. 10 છે.
દિલ્હીમાં આવેલી DRDOની ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સીસ (INMAS)ના એક વિજ્ઞાનીના જણાવ્યા અનુસાર "શરીરના જે ભાગ દૂષિત રેડિયેશન સામે ખુલ્લા હોય છે તેમને સાબુ અને પાણીથી સાફ કરી શકાય છે, પણ ઘણીવાર દૂષિત પાણીને કારણે યોગ્ય સફાઇ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં વિશુદ્ધિકરણ વાઇપનો ઉપયોગ ઘણો મદદરૂપ બને છે. આ સફાઇ તરત થવી જરૂરી છે."
INMASના વિજ્ઞાનીઓએ આ પ્રોજેક્ટ પાછળ લગભગ રૂપિયા પાંચ લાખ ખર્ચ કર્યો છે. હવે તેઓ 'radio - decontamination wipes'ની પેટન્ટ નોંધાવવા માંગે છે. કોઇ અકસ્માતના કારણે રેડિયોએક્ટિવિટીનું પ્રમાણ વધી જાય ત્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસ આ વાઇપનો ઉપયોગ કરી શકે છે.
વિજ્ઞાનીઓનું માનવું છે કે આ વાઇપનો કેટલોક જથ્થો મેટ્રો સ્ટેશન્સ ખાતે પણ મૂકી રાખવો હિતાવહ છે, કારણ કે આતંકવાદીઓ આતંક ફેલાવવા માટે કેટલાક મેટ્રો સ્ટેશન્સને નિશાન બનાવે છે ત્યારે મદદમાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
