એર ઇન્ડિયાના પ્લેનમાંથી મળ્યું 32 કિલો સોનું

ખાનગા માહિતીના આધારે રાજસ્વ જાસૂસી નિદેશાલયના અધિકારીઓએ કેરળના રહેવાસી અબ્દુલ ગફૂર નસરુન અને મોહમ્મદ જૈનુલ હુસેનની પૂછપરછ માટે અટકાયત કરી છે. આ બન્ને સવારે લગભગ પાંચ વાગ્યે દુબઇથી અહીં પહોંચ્યા હતા.
પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે, દુબઇમાં જે વિમાનથી તેઓ આવ્યા હતા, તેના ટોઇલેટમાં તેમણે સોનાના બિસ્કિટ છૂપાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, દિલ્હી જવા માટે તેમના બે સાથી મોહમ્મદ યૂસુફ અબ્દુલ અને મોહમ્મદ યાસિન અબ્દુલ હુસેન આ વિમાનમાં બેસવાના છે. મળતી માહિતી અનુસાર 6.40 મિનિટે ઉડાન ભરનાર વિમાનમાં ચઢવા માટે તૈયાર બન્ને યાત્રીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
