For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું દારૂ પીવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ? જાણો WHOએ શું કહ્યું

શું દારૂ પીવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ? જાણો WHOએ શું કહ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસથી ભારતમાં પ્રભાવિત લોકોની સંખ્યા 41 પર પહોંચી ગઈ છે. લોકોની અંદર એ હદે જરનો માહોલ છે કે લોકો ઈન્ટરનેટના માધ્યમથી ફેલાતી અફવાઓને સાચી માનવા બેઠા લાગ્યા છે. આ અફવાઓની વચ્ચે જ કોરોના વાયરસથી બચવા માટે દારૂનું સેવન કરવાના અહેવાલ ફેલાઈ રહ્યા છે અને જણાવાઈ રહ્યું છે કે દારૂના સેવનથી કોરોના વાયરસ મરી જાય છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આને લઈ બધું જ સ્પષ્ટ કરી દીધું છે. ડલ્યૂએચઓ મુજબ આ બિલકુલ ખોટી વાત છે. કોરોના વાયરસને લઈ ફેલાતા ખોટા અહેવાલો અને અફવાઓ કાલ્પનિક વાતોને નકારતાં ડબલ્યૂએચઓએ કહ્યું કે શરીરમાં વાયરસ ગયા બાદ ક્લોરીન અથવા દારૂના છંટકાવથી પણ વાયરસ મરતો નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ આવા પ્રકારના પદાર્થના છંટકાવ કપડાં, આંખ અને મોઢાં માટે હાનિકારક છે.

આલ્કોહલ આધારિત હેન્ડ સેનિટાઈજર સાવધાની વરતવા માટે ઠીક છે

આલ્કોહલ આધારિત હેન્ડ સેનિટાઈજર સાવધાની વરતવા માટે ઠીક છે

WHOએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ક્લોરીન અને દારૂનો ઉપયોગ જંતુનાશક સપાટી માટે લાભદાયક છે પરંતુ તેનો ઉપયોગ વિશેષજ્ઞોની સલાહ પર કરવો. સંગઠન મુજબ નવા કોરોના વાયરસથી બચવા માટે તમારા હાથોને વારંવાર ધઓવ. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈજર હથેળી પર લગાવો.

ગરમ પાણીથી નહાવવા પર કોરોના વાયરસથી ના બચી શકીએ

ગરમ પાણીથી નહાવવા પર કોરોના વાયરસથી ના બચી શકીએ

ડબલ્યૂએચઓએ ખુલાસો કરતા કહ્યું કે ગરમ પાણીથી નહાવા પર તમે નોબલ કોરોના વાયરસથી બચી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે આ વાયરસ ચીનમાં નિર્મિત વસ્તુઓથી ફેલાતો નથી. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આખા વિશ્વમાં ઘાતક કોરોના વાયરસની ચપેટમાં એક લાખથી પણ વધુ લોકો આવી ગયા છે અને 3 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. શનિવાર સુધીમાં આખા વિશ્વમાં કોરોના વાયરસના 101492 મામલા સામે આવ્યા છે અને 3485 લોકોના મોત થયાં છે.

કોરોના વાયરસની વેક્સીન તૈયાર, આગલા મહિને માણસો પર ટેસ્ટ થશે

કોરોના વાયરસની વેક્સીન તૈયાર, આગલા મહિને માણસો પર ટેસ્ટ થશે

અમેરિકા અને યૂનાઈટેડ કિંગડમના વૈજ્ઞાનિકો આગલા મહિને માણસો પર કોરોના વાયરસની વેક્સીનનું પરીક્ષણ કરશે. તેમણે કોરોના વાયરસની દવા બનાવી લીધી છે. આગલા મહિને એટલે કે એપ્રિલથી યૂકે અને અમેરિકામાં કોરોના વાયરસની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે, તેને યૂનિવર્સિટી ઑફ લંડન અને અમેરિકી દવા કંપની મોડર્ના અને ઈનવોઈઓએ મળીને બનાવી છે.

સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી, PMએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છાસમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી, PMએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છા

English summary
drinking alcohol can not protect you from covid19 says who
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X