દવાના ઓવરડોજના કારણે થયું સુનંદાનું મોત

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 જાન્યુઆરી: કેન્દ્રીય મંત્રી શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરના પોસ્ટમોર્ટમની રિપોર્ટ અનુસાર તેમનું મોત દવાના ઓવરડોજના કારણે થઇ હતી. રિપોર્ટ અનુસાર, સુનંદાના શરીર પર ઇજાના નિશાનો પણ હતા.

પોલીસ સૂત્રો અનુસાર, સુનંદાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપ મંડલાધિકારી આલોક શર્માને સોમવારે સોંપવામાં આવી છે. આલોક શર્માએ જણાવ્યું કે સુનંદાનું મોત વધારે માત્રામાં દવા લેવાના કારણે થઇ હતી. રિપોર્ટમાં એવું પણ આવ્યું છે કે સુનંદાના શરીર પર મળી આવેલા નીશાન તેમની સાથે મારજૂડ થઇ હોવાના સંકેત આપે છે.

શર્માએ જોકે રિપોર્ટના સીલબંધ હોવાનો હવાલો આપતા જણાવ્યું કે રિપોર્ટમાં આપવામાં આવેલ વિવરણ કહેવાનો ઇનકાર કરી દીધો. સુનંદાનું પોસ્ટમોર્ટમ એઇમ્સના ત્રણ મેમ્બર તબીબની ટીમે સુધીર કે. ગુપ્તાના નેતૃત્વમાં કર્યું. શર્માએ જણાવ્યું હું મંગળવારે બપોપ સુધીમાં મારો અહેવાલ સૂપરત કરી દઇશ.

તેમણે વધુમાં જણાવ્યું કે રિપોર્ટના આધાર પર જ મામલાની ગુનાહીત તપાસ ના આદેશ આપવામાં આવશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું ગયા શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક હોટલમાં રહસ્યમય સંજોગોમાં મોત થઇ ગયું હતું.

sunanda pushkar
સુનંદા હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે રિપોર્ટ ઉપ મંડલાધિકારી આલોક શર્માને સોંપી દેવામાં આવી છે. આ રિપોર્ટથી તમામ હકિકત સામે આવી જશે. આ પહેલા શનિવારે કરવામાં આવેલા પ્રાથમિક પરિક્ષણ બાદ તબીબોએ 'અપ્રાકૃતિક અને અચાનક મોત' થવાના સંકેત આપ્યા હતા.

ડોક્ટરોએ પ્રયોગશાળાના પરીક્ષણ દ્વારા મૃત્યુનું સાચા કારણને બહાર લાવવા માટે જૈવિક નમૂનાઓ લઇ લીધા હતા. પોલીસ તપાસકર્મીઓએ જોકે સુનંદાના મોતની પાછળ દવાના ઓવરડોજને કારણભૂત ગણાવ્યું છે.

English summary
Drug overdose appears to be the cause of the mysterious death of Sunanda Pushkar, wife of Shashi Tharoor, last Friday, according to the findings of doctors of AIIMS, who had conducted the autopsy on her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.