ધુમ્મસને કારણે યુપી સરકારની બસો રાતે 8થી સવારના 8 વાગ્યા સુધી નહીં ચાલે
ઉત્તર પ્રદેશ સરકારની બસો હવે રાતના 8થી સવારે ધુમ્મસ ઓછો ન થાય ત્યા સુધી ન ચલાવવા નિર્ણ લેવાયો છે.
ઉત્તર ગુજરાતમાં સતત ધુમ્મસને લઈને પરિવહનને અસર પડી રહી છે. ભારે ધુમ્મસને લઈને ફ્લાઈટ અને બસ સહિત તમામ પ્રકારના પરિવહનને અસર થઈ રહી છે ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારે મોટી જાહેરાત કરી છે.

ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસને કારણે ઠંડીમાં વધારો થયો છે. વધતી જતી ઠંડીને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે પણ પરિવહનને લઈને તૈયારી કરી છે. ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સતત ધુમ્મસને કારણે દ્રશ્યતા ઓછી થઈ જાય છે ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ રોડવેઝની બસોને રાત્રે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી અથવા ધુમ્મસ દૂર ન થાય ત્યાં સુધી રોકી દેવામાં આવી છે. ધુમ્મસની સ્થિતિ પર નજર રાખવા માટે પ્રાદેશિક અને મદદનીશ પ્રાદેશિક સંચાલકો સવારે 8 થી 12 મધ્યરાત્રિ સુધી બસ સ્ટેશનો પર તૈનાત રહેવા આદેશ કરાયો છે.
અહીં તમને જણાવી દઈેએ કે ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યુ છે. આ પહેલા રેલવે દ્વારા ઘણી ટ્રેન રદ્દ કરાઈ હતી. આ સિવાય સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ કેન્સલ કરવાની ફરજ પડી હતી.












Click it and Unblock the Notifications
