લૉકડાઉનઃ કોરોના સંકટ વચ્ચે NEET, JEEની પરક્ષા ટળી, નવી તારીખનું એલાન
લૉકડાઉનઃ કોરોના સંકટ વચ્ચે NEET, JEEની પરક્ષા ટળી, નવી તારીખનું એલાન
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરને 14 એપ્રિલ સુધી લૉક ડાઉન કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉનના કારણે સ્કૂલ-કોલેજો, ઑફિસ, ફેક્ટરી, રેલવે, બસ, વિમાન સેવા બધુ જ બંધ છે. એવામાં માનવ સંસાધન મંત્રાલયે NEET રીક્ષા સ્થગિત કરવાનો ફેસલો લીધો છે. કોરોના વાયરસને પગલે દેશભરમાં થનાર નીટ અને JEEની પરીક્ષાને તત્કાળ સ્થગિત કરી દીધી છે.

માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી. તેમણે ટ્વીટમાં લખ્યું કે માતા-પિતા અને વિદ્યાર્થીઓને અસુવિધાથી બચવા માટે વિવિધ પરીક્ષા કેન્દ્રોની યાત્રા કરવી પડે છે. એવામાં પરીક્ષા ટાળી દેવામાં આવી છે. પરીક્ષા મે મહિનાના અંતિમ અઠવાડિયા સુધી ટાળી દેવામાં આવી છે. તેમણે લખ્યું કે મેં મે મહિનાના અંતિમ અઠવાડિયા સુધી NEET (UG) 2020 અને JEE (મેન) પરીક્ષા સ્થગિત કરવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીઓને નિર્દેશ આપ્યો છે.
તેમણે ટ્વીટ કરતા જાણકારી આપી કે NEET 2020ની પરીક્ષા 3 મેના રોજ આયોજિત થનાર હતી, પરંતુ લૉકડાઉનના કારણે તેને આગળ વધારી દેવામાં આવી છે. હવે તેને મે મહિનાના અંતિમ અઠવાડિયા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે જેઈઈ મેન પરીક્ષા મે મહિનામાં આયોજિત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
