For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોદકામ દરમિયાન સિક્કાઓથી ભરેલો કળશ મળ્યો, પછી શું થ્યું?

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં ખોદકામ દરમિયાન એક કળશ મળી આવ્યો છે. આ કળશ સિક્કાઓથી ભરેલો હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ પુરાતત્વ કાળના એલ્યુમિનિયમ સિક્કાઓથી ભરેલો હતો. જો કે, JCB ડ્રાઈવર આ કળશ લઈને ભાગી ગયો હતો.

|
Google Oneindia Gujarati News

કન્નૌજ : ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં ખોદકામ દરમિયાન એક કળશ મળી આવ્યો છે. આ કળશ સિક્કાઓથી ભરેલો હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ પુરાતત્વ કાળના એલ્યુમિનિયમ સિક્કાઓથી ભરેલો હતો. જો કે, JCB ડ્રાઈવર આ કળશ લઈને ભાગી ગયો હતો, જેની શોધ કન્નૌજ પોલીસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કન્નૌજ જીલ્લામાં જીટી રોડને પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. સિકંદરપુર વિસ્તારના રાયપુર ગામ પાસે આ રોડ પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે.

coins

આ કળશ સિક્કાઓથી ભરેલું હતું

આ રોડ પહોળા કરવાના કામ દરમિયાન વચ્ચે એક ટેકરો આવ્યો હતો, જેને ત્યાંથી હટાવવામાં આવી રહ્યો હતો. ટેકરાના ખોદકામ દરમિયાન JCB ડ્રાઈવરને કળશ મળ્યું હતું. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે, JCB ડ્રાઈવરને મળેલું આ કળશ સિક્કાઓથી ભરેલું હતું. JCB ચાલક તેને લઇને ભાગી ગયો હતો. કળશ અને સિક્કાઓ મળવાની માહિતી વાયુવેગે પ્રસરી જતા ઘટનાસ્થળ પર ભીડ હતી. ગામલોકોએ જણાવ્યું કે, ટેકરામાંથી માટીનું કળશ પુરાતત્વ કાળના એલ્યુમિનિયમ સિક્કાઓથી ભરેલું હતું.

પોલીસ સમગ્ર ઘટનાથી અજાણ

JCB ડ્રાઈવરે આ સિક્કાને સોના-ચાંદીના સમજીને કળશ લઈને ભાગી ગયો હતો. ગામલોકોને સ્થળ પર કેટલાક સિક્કા મળ્યા હતા. કેટલાક ગ્રામજનોએ કહ્યું કે, તેમને આ કેસ અંગેની માહિતી ભારતના પુરાતત્વ વિભાગ અને પોલીસને આપી છે. આ અંગે પોલીસ અધિકારી વિનોદ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, આ બાબતે તેમને કોઇ જાણ કરવામાં આવી નથી.

ગ્રામજનો સિક્કા શોધી રહ્યા છે

રાયપુર ગામમાં ટેકરાની ખોદકામ દરમિયાન સિક્કા મળી આવ્યા હોવાની માહિતી બાદ, ઘણા લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને મોડી સાંજ સુધી, તેમને ટેકરાની આસપાસ વધુ પહોળા કરવા માટે જીટી રોડની બાજુમાં મૂકેલી માટીને દૂર કરીને સિક્કા શોધતા રહ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, આ ટેકરો કુદરતી ધાતુઓથી ભરેલો છે. જો કે, ગ્રામજનોને ત્યાં કંઈ મળ્યું ન હતું.

English summary
A kalash has been found during excavations in Kannauj district of Uttar Pradesh. The urn was full of coins.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X