For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Earth Hour 2021: આજે રાતે 8.30થી 9.30 વાગ્યા સુધી મનાવવામાં આવશે અર્થ અવર, જાણો શું છે તે-કેમ મનાવાય છે

આજે દુનિયાભરમાં રાતે 8.30 વાગ્યાથી એક કલાક એટલે કે 9.30 વાગ્યા સુધી અર્થ અવર મનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

અર્થ અવર 2021: આજે દુનિયાભરમાં રાતે 8.30 વાગ્યાથી એક કલાક એટલે કે 9.30 વાગ્યા સુધી અર્થ અવર મનાવવામાં આવશે. દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાતે 8.30 વાગ્યાથી વિશ્વભરમાં અર્થ અવર મનાવવામાં આવે છે. આ વર્ષે 2021માં અર્થ અવર ડે 27 માર્ચે મનાવવામાં આવી રહ્યો છે. અર્થ અવર જે મનાવવા પાછળનો હેતુ ઉર્જાની બચત અને પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ કેળવવાનો છે. અર્થ અવર વિશ્વ વન્યજીવ તેમજ પર્યાવરણ સંગઠન(વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ(WWF) દ્વારા શરૂ કરવામમાં આવેલ અભિયાન છે. આની શરૂઆત વર્ષ 2007માં ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી. એ સમયે ઑસ્ટ્રેલિયાના સ્થાનિક સમય અનુસાર સાંજે 7.30 વાગે પહેલી વાર અર્થ અવરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વર્ષ 2008માં 35 દેશોએ અર્થ અવરમાં ભાગ લીધો.

Earth Hour

અર્થ અવર ડે કેવી રીતે મનાવવામાં આવે છે

વર્તમાનમાં દુનિયાભરના લગભગ 180 દેશોમાં અર્થ અવર ડે મનાવવામાં આવે છે. અર્થ અવર ડે દર વર્ષે માર્ચના છેલ્લા શનિવારે 8.30 વાગ્યાથી એક કલાક માટે લાઈટો બંધ કરીને ધરતી માટે બધા લોકો એક થાય છે.આ દરમિયાન રાતે 8.30 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોની સ્વિચ ઑફ કરીને વિજળીની બચત કરવાનો સંદેશ આપે છે અને ધરતીને સુરક્ષિત રાખવા માટે એકજૂટતાનુ સમર્થન કરે છે. આ દિવસે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ(WWF) દુનિયાભરના નાગરિકોને રાતે 8.30 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી એટલે કે બિનજરૂરી લાઈટો બંધ રાખવાની અપીલ કરી છે. આ સાથે જ આ દિવસે સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઘણા લકો કેન્ડલ અને દીવા પ્રગટાવીને અર્થ અવરને સેલિબ્રેટ કરે છે.

શું છે અર્થ અવર ડેનો ઈતિહાસ?

અર્થ અવર ડેની શરૂઆત ઑસ્ટ્રેલિયાથી થઈ છે. વર્ષ 2007માં વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડની ઑસ્ટ્રેલિયાની શાખા અને વિજ્ઞાપન એજન્સીએ સિડનીમાં એક સેમિનાર દરમિયાન આયોજિત કર્યો હતો. આ સેમિનાર દરમિયાન ચર્ચા-વિચારણાથી જે વાતો સામે આવી તેના આધારે વર્ષ 2006માં 'ધ બિગ ફ્લિક' નામથી એક કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યુ. આ અભિયાનનો હેતુ હતો દેશમાં મોટાપાયે ઉપયોગમાં લેવાઈ રહેલ વિજળીના ઉપકરણોમાં ઘટાડો કરવાનો. આ કૉન્સેપ્ટને બાદમાં ડબ્લ્યુડબ્લ્યુએફની ઑસ્ટ્રેલિયાઈ શાખાએ ફેરફેક્સ મીડિયા અને સિડનીના મેયર સામે પ્રેઝન્ટ કર્યો. જે આ અભિયાન માટે સંમત થઈ ગયા. ત્યારબાદ 31 માર્ચ, 2007ના રોજ પહેલી વાર સિડનીમાં સાંજે 7.30 વાગે પહેલી વાર અર્થ અવરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. હવે ધીમે ધીમે વિશ્વભરના 180 દેશોમાં મનાવવામાં આવે છે.

વૈશ્વિક જળવાયુ ચર્ચા માટે પીએમ મોદીને આમંત્રણવૈશ્વિક જળવાયુ ચર્ચા માટે પીએમ મોદીને આમંત્રણ

English summary
Earth Hour 2021: World turn-off its lights at 8.30 on March 27, Earth Hour day, Know the history and significance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X