Earthquake : દેશમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા, દિલ્હી સહિત કાશ્મીરમાં પણ ધ્રૂજી ધરા
રેક્ટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.9 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં જમીનથી 200 કિમી નીચે હતું. આ ભૂકંપમાં હજૂ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
Earthquake : છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. જે વચ્ચે ગુરુવારના રોજ ફરીથી દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં એક જ સપ્તાહમાં બીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સાથે સાથે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજે 7.56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનની હિન્દુકુશ પહાડી હતી.
રેક્ટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.9 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં જમીનથી 200 કિમી નીચે હતું. આ ભૂકંપમાં હજૂ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની રાત્રે પણ દિલ્હી-એનસીઆરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) એ ભારત સરકારની નોડલ એજન્સી છે, જે સમગ્ર દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખે છે. રવિવારના રોજ નવા વર્ષની રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું ઝજ્જર હતું. આ પહેલા 12 નવેમ્બરના રોજ દિલ્હી-એનઆરસીની ધરતી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 મપાઇ હતી. જેનું કેન્દ્ર નેપાળ હતું.

અત્રે નોંધનીય છે કે, દિલ્હી-એનઆરસી ભૂકંપ ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. જો આ વિસ્તારમાં વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો મોટા પાયે નુકસાન થઈ શકે છે, જેનો અંદાજ લગાવવો કદાચ મુશ્કેલ છે. હવે એક સપ્તાહમાં બીજી વખત ધરતી ધ્રૂજી છે, આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ સિવાય 27-28 ડિસેમ્બરની રાત્રે નેપાળથી ઉત્તરકાશી સુધી ઘણી વખત લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. પ્રથમ આંચકો નેપાળના બાગલુંગમાં અનુભવાયો હતો. જે બાદ ઠુંગામાં બીજો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 5.3 રહી હતી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
