Earthquake : દિલ્હીમાં ભુકંપના આંચકા અનુભવાયા, ઉત્તર ભારતના ઘણા શહેરોમાં ધરતી ધ્રુજી
દિલ્હી-NCRમાં ફરીથી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર, સાંજે 4.08 વાગ્યે દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ સહિત આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તેની રિક્ટર સ્કેલની તીવ્રતા 3.1 નોંધાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં હતું. જમીનથી 10 કિલોમીટર નીચે ધરતીમાં હલચલ જોવા મળી છે.

જણાવી દઈએ કે બે અઠવાડિયા પહેલા 3 ઓક્ટોબરે દિલ્હી-NCRમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી હતી. ત્યારે ભૂકંપની તીવ્રતા 6 થી વધુ માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર નેપાળ હતું.
આ પહેલા 17 ઓગસ્ટના રોજ દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. તે સમયે રિક્ટર સ્કેલ પર 1.5ની તીવ્રતા નોંધાઈ હતી.
દિલ્હીની ધરતી 10 મહિનામાં 7 વખત ધરતી ધ્રૂજી
23 જાન્યુઆરી 2023 - 5.8
21 માર્ચ 2023 - 6.6
28 મે 2023 - 5.2
13 જૂન 2023 - 5.4
5 ઓગસ્ટ 2023 - 5.8
17 ઓગસ્ટ 2023 - 1.5
3 ઓક્ટોબર 2023 - 6
ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની અંદર કુલ 7 પ્લેટ છે. આ બધી ફરતી રહે છે. જ્યારે પણ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે કંપન થાય છે. ઊર્જા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આ હલચલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક તેટલી તબાહી વધારે હોય છે.












Click it and Unblock the Notifications
