For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Earthquake In Delhi: દિલ્લીમાં ફરીથી ભૂકંપના ઝટકા, સવારે 5 વાગે 2.3ની તીવ્રતાથી ધરતી હલી

દિલ્લીના નાંગલોઈમાં સવારે 5 વાગીને 2 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

|
Google Oneindia Gujarati News

Earthquake in Delhi: કોરોના અને ઠંડીની માર સહન કરી રહેલા દિલ્લી માટે શુક્રવારની સવાર ઘણી ભયભીત કરનારી રહી કારણકે અહીં નાંગલોઈમાં સવારે 5 વાગીને 2 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 2.3 માપવામાં આવી છે. હાલમાં અહીં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. તમને જણાવી દઈએ કે હમણાં આઠ દિવસ પહેલા એટલે કે 17 ડિસેમ્બરે પણ દિલ્લી-એનસીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હતી પરંતુ એ વખતે પણ કોઈ જાન-માલનુ નુકશાન થયુ નહોતુ.

દિલ્લીમાં ફરીથી અનુભવાયા ભૂકંપના ઝટકા

દિલ્લીમાં ફરીથી અનુભવાયા ભૂકંપના ઝટકા

જણાવવામાં આવી રહ્યુ છે કે દિલ્લી-એનસીઆરમાં ધરતીની અંદર પ્લેટોના સક્રિય થવાથી ઉર્જા નીકળી રહી છે. જેના કારણે રહી-રહીને ઝટકા અનુભવાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે એક તરફ દિલ્લી ભૂકંપના ઝટકાથી કાંપી ત્યારે બીજી તરફ ફિલીપીન્સમાં પણ આજે સવારે 5 વાગીને 13 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ત્યાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 માપવામાં આવી છે.

આ વાતોનુ રાખો ધ્યાન

આ વાતોનુ રાખો ધ્યાન

  • છત અને પાયાના પ્લાસ્ટરમાં પડેલી તિરાડોનુ સમારકામ કરાવો. જો કોઈ સંરચનાત્મક કમીના સંકેત હોય તો વિશેષજ્ઞની સલાહ લો.
  • સીલિંગમાં ઉપર(ઓવરહેડ) લાઈટિંગ ફિક્સર્ચ(ઝૂમર વગેરે)ને યોગ્ય રીતે લટકાવો. ભવન નિર્માણ માનકો માટે પાકા વિસ્તારમાં પ્રાસંગિક બીઆઈએસ સંહિતાઓનુ પાલન કરો.
  • દિવાલો પર લાગેલા શેલ્ફને સાવચેતીથી ફીટ કરો. નીચેના શેલ્ફમાં મોટી અથવા ભારે વસ્તુઓ રાખો. ભારે વસ્તુઓને ઉપર ન રાખવી.
  • સાંકળવાળા લાકડાના નીચેના બંધ કેબિનેટમાં એવો સામાન રાખો જે સરળતાથી તૂટી શકે છે જેવો કે ચાઈના માટીના વાસણો વગેરે.

ઈમરજન્સી નંબરોને જરૂર પોતાની પાસે રાખો

ઈમરજન્સી નંબરોને જરૂર પોતાની પાસે રાખો

  • ઘરની અંદર અને બહાર સુરક્ષિત સ્થળો શોધી રાખો. જો ભૂકંપ આવે તો તમે સીધા એ સ્થળ પર જાવ. અમુક સુરક્ષિત સ્થળ - મજબૂત જમવાનુ ટેબલ, બેડની નીચેનો ભાગ, કોઈ અંદરની દિવાલ સાથે.
  • એ જગ્યાઓથી દૂર રહો જ્યાં બારી, કાચ, ફોટાથી કાચ પડીને તૂટી શકે છે અથવા જ્યાં પુસ્તકોના ભારે શેલ્ફ અથવા ભારે ફર્નિચર નીચે પડી શકે છે.
  • ખુલ્લા ભાગમાં બિલ્ડિંગ, વૃક્ષો, ટેલીફોન, વિજળીની લાઈનો, ફ્લાઈઓવરો કે પુલોથી દૂર રહો.
  • ઈમરજન્સી ટેલીફોન નંબરોને જરૂર પોતાના મોબાઈલમાં સેવ રાખો (જેવા કે ડૉક્ટર, હોસ્પિટલ, પોલિસ વગેરે) સ્વયં તથા પરિવારના સભ્યોને ભૂકંપ વિશે માહિતી આપો.

કોરોના ગાઈડલાઈન સાથે દુનિયાભરમાં મનાવાઈ રહી છે ક્રિસમસ

English summary
Earthquake of 2.3 magnitude hit Nangloi in Delhi at 5:02 am today: National Centre for Seismology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X