તૌકતેના કહેર વચ્ચે જમ્મૂમાં ભૂકંપના આંચકા અનુભવાયા
તૌકતેના કહેર વચ્ચે જમ્મૂમાં ભૂકંપના આંચકા અનુભવાયા
કોરોનાવાયરસ મહામારી વચ્ચે દેશમાં તૌકતે વાવાઝોડાનો કહેર યથાવત છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં આજે બપોરે ભૂકંપના ઝાટકા મહેસૂરસ થયા છે. અહીંના ડોડા ક્ષેત્રમાં 2 વાગીને 34 મિનિટ પર રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેંટર ફૉર સીસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.

આખે દેશ જ્યારે એક અદ્રશ્ય તાકત કોરોનાવાયરસ સામે લડી રહ્યો છે ત્યારે બીજી તરફ અરબી સમુદ્રમાંથી ઉઠેલ ચક્રવાતી વાવાઝોડાએ પોતાનું ભયંકર રૂપ ધારણ કરી રાખ્યું છે. કેરળ, કર્ણાટક બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાએ ખુબ તબાહી મચાવી છે. હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા છે. આ દરમિયાન આજે બુધવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોવાથી લોકોમાં દહેશતનો માહોલ છે.
નેશનલ સેંટર ફૉર સીસ્મોલોજી મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી. ધરા ધ્રુજવાથી લોકોમાં અચાનક ડર બેસી ગયો. લોકો ઘર છોડીને બહાર ભાગવા લાગ્યા. જો કે ભૂકંપમાં કોઈપણ પ્રકારના જાન-માલને નુકસાની થઈ હોવાની સૂચના મળી નથી. જણાવી દઈએ કે અગાઉ 8 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા, દે દરમિયાન પણ તેની તીવ્રતા 3.5ની હતી. આ ઉપરાંત ગતરોજ રાજકોટમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
