નિકોબાર આઈલેન્ડમાં વહેલી સવારે ભૂકંપના તીવ્ર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5

નિકોબાર ટાપુઓ પર આજે સવારે(6 માર્ચ) લગભગ 5 વાગીને 7 મિનિટે ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા.

Earthquake

Earthquake: નિકોબાર ટાપુઓ પર આજે વહેલી સવારે(6 માર્ચ) લગભગ 5 વાગીને 7 મિનિટે ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી. જો કે, હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે રવિવારે ઉત્તરાખંડમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા. રવિવારે સવારે 10.10 કલાકે 1.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનુ કેન્દ્ર ઉત્તરકાશીમાં હતુ. બપોરે 12.45 કલાકે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી. તેનુ કેન્દ્ર ભટવારી પાસે સિરોરના જંગલમાં હતુ. તમને જણાવી દઈએ કે ઉત્તરકાશી ઝોન 5માં આવે છે, જ્યાં ભૂકંપનુ જોખમ સૌથી વધુ છે. નોંધનીય છે કે પૃથ્વીની સપાટીની નીચે અનેક પ્રકારની પ્લેટો છે જે સતત ફરતી રહે છે, જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X