For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વહેલી સવારે ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠી સિક્કિમની ધરતી

સોમવારની વહેલી સવારે લગભગ 3 વાગે ભૂકંપને કારણે સિક્કિમની ધરતી ધ્રુજી ઉઠી હતી. રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

સોમવારે વહેલી સવારે સિક્કિમ માં ભૂકંપ ના હળવા ઝાટકા અનુભવાયા હતા. સોમવારે સવારે લગભગ 3 વાગે સિક્કિમના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. આ અંગે હજુ વધુ જાણકારી મળી નથી શકી. પ્રારંભિક અહેવાલોમાં આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે.

sikkim

ગંગટોક થી લગભગ 11 કિલોમીટરના અંતરે ભકંપના ઝાટકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે જાન-માલની હાનિ થઇ હોવાના કોઇ સમાચાર નથી.

શનિવારે પણ આવ્યો હતો ભૂકંપ

શનિવારે પણ અહીંના ઉત્તર-પૂર્વ વિસ્તાર તથા મ્યાનમારમાં ભૂકંપના ઝાટાકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. શનિવારની સવારે સાત વાગે આવેલ આ ભૂકંપનું કેન્દ્ર ભારત-મ્યાનમાર ના સીમાવર્તી વિસ્તારમાં હોવાનું મનાય છે.

અહીં વાંચો - જમ્મુ-કાશ્મીરઃ એક દિવસમાં બીજો આતંકી હુમલો, 2 આંતકી ઠારઅહીં વાંચો - જમ્મુ-કાશ્મીરઃ એક દિવસમાં બીજો આતંકી હુમલો, 2 આંતકી ઠાર

ક્ષેત્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર ભારતના સાત ઉત્તર પૂર્વીય રાજ્યો - આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર, દુનિયામાં ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત બેલ્ટમાં છઠ્ઠા સ્થાને છે.

English summary
An earthquake of magnitude 4.5 has hit the Sikkim region. The earthquake occurred at 3.12 am on Monday at the East Sikkim region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X