ભૂંકપના આંચકાઓથી કંપી ઉઠ્યું ભારત-પાકિસ્તાન

એકાદ અઠવાડિયા પહેલા જ ઇરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિત આખા ઉત્તર ભારતમાં આવેલા ભૂંકપના આંચકામાંથી લોકો હજુ બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર બુધવારે બપોરે ભૂંકપ આવતા લોકોમાં દહેશતની લાગણી ફેલાઇ ગઇ છે. આ ભૂંકપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં હતું. ભૂંકપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના જલાલાબાદ તથા કાબુલમાં અને પાકિસ્તાનના પેશાવરમાં ભારે આંચકા અનુભવવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાન ઉપરાંત ભારતના જમ્મૂ કાશ્મિર, પૂંછ અને નોઇડામાં પણ હળવા ભૂંકપના આંચકા અનુભવાયા છે. અત્યારસુધી જાનમાલના નુક્સાનના કોઇ ખબર નથી. ભૂંકપનું કેન્દ્ર ધરતીથી 65 કિમી નીચે હતું.












Click it and Unblock the Notifications
