હરિયાણામાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા

Subscribe to Oneindia News

ગુરુવારે સવારે હરિયાણામાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના ઝટકા દિલ્હીમાં પણ અનુભવાયા હતા. આ કંપનો લગભગ 1 મિનિટ સુધી ચાલ્યા હતા. જેણે દિલ્હી, ગાઝિયાબાદ, ગુરગાવને સવારે 4.30 વાગે હલાવી દીધુ હતુ. ઇંડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેંટે જણાવ્યુ હતુ કે ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હી-હરિયાણાની સરહદ પર હરિયાણાના રેવાડીથી 13 કિમી દક્ષિણ પૂર્વ સ્થિત બાવલમાં હતુ. જેની તીવ્રતા 4.2 રિક્ટર સ્કેલ માપવામાં હતી.

earthaquake


રાતના લગભગ 4.33 વાગે ભૂકંપના ઝટકા દિલ્હી અને એનસીઆરમાં અનુભવાયા હતા. જે સમયે ભૂકંપ આવ્યો તે સમયે મોટાભાગના લોકો સૂતા હતા. ઉંઘમાં હોવાને કારણે ઘણા લોકોને ભૂકંપ અનુભવાયો નહોતો., જો કે ઘણા લોકો ઉંઘમા કંપનને કારણે ઉંઘમાંથી ઉઠી ગયા હતા. આ ભૂકંપથી કેટલુ નુકશાન થયુ તે હાલમાં જાણી શકાયુ નથી.

English summary
Earthquake tremors felt in Delhi NCR, It was 4.2 on the richter scale.
Please Wait while comments are loading...