ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભુકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2 ની તિવ્રતા મપાઈ
એક તરફ ઉત્તર ભારતમાં અભિ ભારે વરસાદની સ્થિતી ખરાબ છે ત્યારે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ઉત્તરાખંડના પિથૌરાગઢ આસપાસના વિસ્તારોમાં ભુકંપના આંચકા અનુભવાયા છે.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં અભુવાયેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. વરસાદ વચ્ચે ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, પિથોરાગઢમાં રવિવારે ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિમીની ઊંડાઈએ હોવાનું સામે આવ્યુ છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, પિથોરાગઢમાં લગભગ સાંજે 6.34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં હવામાનનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે ગંગોત્રી-યમુનોત્રી હાઈવે બંધ કરી દેવાયો છે.
ખરાબ હવામાન વચ્ચે ભૂકંપના આંચકાથી પિથોરાગઢમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. હવામાન વિભાગે એક આગાહીમાં જણાવ્યુ છે કે, એક-બે દિવસ સતત વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે.












Click it and Unblock the Notifications
