For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વર્ષમાં 8000 કરોડપતિઓનું દેશમાંથી પલાયન, રહેવા માટે આ નાનો દેશ કેમ પસંદ કર્યો?

રશિયા, ચીન અને ભારતની સાથોસાથ દેશ છોડનાર અમીરોની યાદીમાં હોંગકોંગ, યૂક્રેન, બ્રાઝીલ અને બ્રિટન પણ સામેલ છે. રિપોર્ટમાં રશિયાના હુમલા સહન કરી રહેલ યૂક્રેન વિશે કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022ના અંત સુધી યૂક્રેનના હાઈ નેટવ

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં કરોડપતીઓ પોતપોતાના દેશ છોડીને અન્ય દેશોમાં વસી રહ્યા છે. જેનાથી ભારત પણ બાકાત નથી રહ્યું, ભારતના પણ છેલ્લા એક વર્ષમાં 8000 જેટલા કરોડપતિઓએ દેશ છોડ્યો છે. Henley and Partners-2022ના રિપોર્ટ મુજબ આ વર્ષે 8000 ભારતીયોએ દેશ છોડ્યો છે. ત્યારે મનમાં એવો સવાલ ઉઠી રહ્યો હશે કે આખરે દશમાં કમાણી અને વિદેશમાં મોજનો આ કેવો ખેલ ચાલી રહ્યો છે? આવો જાણીએ આ અમીરો કયા દેશમાં જઈને વસ્યા છે અને કયા કારણસર દેશ છોડ્યો છે?

ભારત માટે ચિંતાનો વિષય નથી!

વર્ષ 2022માં અત્યાર સુધી ભલે 8000 કરોડપતિઓએ દેશમાંથી પલાયન કર્યું હતું, પરંતુ છતાં પણ આ ભારત માટે મોટી ચિંતાની વાત નથી. જેનું મોટું કારણ એ છે કે દેશના કુલ હાઈ-નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલના આંકડા મુજબ આ સંખ્યા માત્ર 2 ટકા જ છે. ભારતમાં લગભગ 3.57 લાખ કરોડપતિ છે અને લિસ્ટમાં નવા નામ પણ જોડાઈ ગયાં છે. રિપોર્ટમાં ઉમ્મીદ જતાવાઈ રહી છે કે વર્ષ 2031 સુધી ભારતમાં આ કેટેગરીના લોકોની સંખ્યામાં 80 ટકાનો વધારો જોવા મળી શકે છે.

રેંકિંગમાં ભારતનો ત્રીજો નંબર

રેંકિંગમાં ભારતનો ત્રીજો નંબર

8000 અમીરોએ દેશ છોડ્યા બાદ ભારત એવા દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે, જ્યાંના કરોપતિના પલાયનની ટકાવારી સૌથી વધુ છે. આ મામલે રશિયા પહેલા નંબર પર છે. 2022માં રશિયાના 15000 અમીરોએ દેશ ચોડ્યો છે. જ્યારે ચીન બીજા નંબરે છે જ્યાંના 10000 કરોડપતિઓએ દેશ છોડ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરનાર હેનલી એન્ડ પાર્ટનર્સના ગત પાંચ વર્ષના ડેટા પર નજર નાખીએ તો દુનિયાભરના દેશોમાંથી અમીરોએ પલાયન કર્યું છે, જો કે કોરોના કાળમાં આ સંખ્યા સૌથી ઓછી રહી.

પાંચ વર્ષમાં કેટલા અમીરોએ દેશ છોડ્યો

2018- 1,08,000
2019- 1,10,000
2020- 12,000
2021- 25,000
2022- 88,000

આ દેશ પલાયન કરનાર વ્યક્તિઓની પહેલી પસંદ છે

આ દેશ પલાયન કરનાર વ્યક્તિઓની પહેલી પસંદ છે

રિપોર્ટ્સ મુજબ પોતાનો દેશ છોડી અન્ય ઠેકાણા તલાશી રહેલા અમીરોની યાદીમાં સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશ છે. આ વર્ષે અત્યાર સુધીમાં યૂએઈમાં 4000, ઓસ્ટ્રેલિયામાં 3500 અને સિંગાપોરમાં 2800 લોકો બીજા દેશથી આવીને વસ્યા છે. આ દેશ ઉપરાંત અમીરોની યાદીમાં બ્રિટન, ઈંડોનેશિયા અને મેક્સિકો જેવા દેશ પણ સામેલ છે.

આ કારણે દેશ છોડી રહ્યા છે

આ કારણે દેશ છોડી રહ્યા છે

ભારત છોડી બીજા દેશમાં વસનાર કરોડપતિઓ વિશે રિપોર્ટમાં કેટલાક કારણોનો ઉલ્લેખ પણ કરાયો છે. જે મુજબ, સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ સૌથી મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે. અન્ય કારણોની વાત કરીએ તો આ અમીર બીજા દેશોમાં સૌથી વધુ આર્થિક મજબૂતી જોઈ રહ્યા છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય, શિક્ષણ અને સારી જીવનશૈલી જેવી મજબૂત માળખાકીય સુવિધાઓ અને ઓછો અપરાધ પણ મોટું કારણ હોય શકે છે.

English summary
ease of living, safety, facility, big reasons behind 8000 millionaire to left country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X