અમિત શાહને ECએ આપી રાહત, હવે કરી શકશે પ્રચાર
નવી દિલ્હી, 18 એપ્રિલઃ ભાજપ નેતા અમિત શાહ પર ચૂંટણી પંચે પ્રતિબંધ હટાવી દીધો છે. ચૂંટણી પંચે અમિત શાહની રેલીઓ, જનસભા અને રોડ શો પરથી પ્રતિબંધ હટાવી દીધો છે, પરંતુ ચૂંટણી પંચે અમિત શાહની રેલીઓ પર નજર રાખવાના નિર્દેશ પણ આપ્યા છે.

ચૂંટણી પંચે ભાજપ અને અમિત શાહની દલીલો પર ધ્યાન આપતા શાહ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. કોંગ્રેસે ચૂંટણી પંચના નિર્ણય પર કહ્યું કે અમિત શાહે જે કંઇ પણ કર્યુ તેનું ફળ તેમને મળી ચૂક્યુ અને હવે આગળથી તેઓ આવું નહીં કરે.
ઉલ્લેખનીય છેકે એક ચૂંટણી સભા દરમિયાન અમિત શાહે મુઝફ્ફરનગરમાં કહ્યું હતું કે જે લોકો આવુ કર્યું છે, તેનો બદલો લેવાનો છે, મત આપીને તેનો લેઇએ.












Click it and Unblock the Notifications
