ચૂંટણીપંચનો મીડિયાને એક્ઝિટ પોલ બતાવવા ઇનકાર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2014 પર ચાંપતી નજર રાખનાર સ્વતંત્ર વિભાગ ચૂંટણી પંચે બુધવારે તમામ મીડિયા હાઉસને નોટિસ ફટકારતા ચેતવણી આપી છે કે કોઇ પણ મીડિયા હાઉસ એક્ઝિટ પોલને ઓપિનિયન પોલનું નામ આપીને બતાવે નહીં. જો એવું થયું તો સંબધિત મીડિયા હાઉસ પર સંવૈધાનિક કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી પંચે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે લોકસભા ચૂંટણી 2014 ચાલી રહી છે. એવામાં કોઇ મીડિયા હાઉસ એક્ઝિટ પોલ બતાવે છે તો સ્વાભાવિક છે કે વોટરો અને ઉમેદવારોનું ધ્યાન ભંગ થશે.

election commission
ગઇ 14 એપ્રિલના રોજ કેટલાંક મીડિયા હાઉસ દ્વારા એક્ઝિટ પોલ ઓપીનિયન પોલનું નામ આપીને તમામ ટીવી ચેનલોએ અને બાદમાં તમામ પ્રિન્ટ મીડિયાએ પણ છાપ્યું હતું. આ વાતનો હવાલો આપતા ચૂંટણી પંચે મીડિયાને પણ કડક ચેતવણી અને ચૂંટણીમાં સહયોગ આપવાની વાત કહી છે.

અત્રે નોંધીનયી બાબત છે કે થોડા જ સમય પહેલા સીએસડીએસના રાજ્યવાર સર્વે અને બાદમાં એનડીએનો સર્વે મીડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ખૂબ જ ચર્ચાઓ પણ થઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીને દેશભરમાં સારોએવો પ્રતિસાદ મળતો દેખાઇ રહ્યો છે, જ્યારે કોંગ્રેસને ઐતિહાસિક હારનો સામનો કરવો પડે તેવું આંકડાઓ કહી રહ્યા છે. જોકે ચૂંટણી પંચે આવા એક્ઝિટ પોલ પર પણ વાંધો ઉઠાવ્યો છે.

English summary
The Election Commission (EC) on Wednesday asked media houses not to telecast or publish exit polls by showing them as opinion polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X