ચૂંટણી પંચે શરૂ કરી લોકસભા ચૂંટણી 2014ની તૈયારી

આ અંગે સુત્રોના જણાવ્યા પ્રમાણે 3.82 લાખ મતદાન યુનિટો અને અઢી લાખ સંચાલન યુનિટોની અછતને જોતા ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. મતદાન મથકોની સંખ્યા વધારવા માટે નવા મશીનોની જરૂર હતી. આ જોતા સરકારે હાલમાં જ મશીનો ખરીદવા મંજુરી આપી છે.
ચૂંટણી પંચને કુલ 15.3 લાખ મતદાન યુનિટો અને 11.9 લાખ સંચાલન યુનિટોની જરૂર છે. એક ઇવીએમમાં એક સંચાલન યુનિટ અને એકથી વધુ મતદાન યુનિટ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે 16 ઉમેદવારોથી વધુ ઉમેદવારોવાળા ચૂંટણી ક્ષેત્રમાં સંચાલન યુનિટની સાથે બે મતદાન યુનિટ જોડવામાં આવે છે.












Click it and Unblock the Notifications
